તપાસ:10.50 કરોડના બોગસ બિલિંગ પ્રકરણે ખરીદનારાની ચકાસણી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, મુંબઇ, સુરત સુધી તપાસ લંબાઈ
  • ખરીદનારાઓની સઘન પુછપરછ પરથી વધુ કૌભાંડનો પર્દાફાશ થશે

તાજેતરમાં ભાવનગરમાંથી આતાભાઇ રોડ પરની ઉસમાન હાલારીની ઓફિસ અને નવાપરા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી પકડાયેલા 10.50 કરોડના બોગસ બિલિંગમાં જે લોકોએ બિલ લીધા છે (ખરીદનારા)ની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, મુંબઇ સુધી તપાસના તાર લંબાવવામાં આવ્યા છે, અને વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.

નવાપરા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં મહારાષ્ટ્રમાં રજીસ્ટર કરાવેલી બોગસ પેઢીઓના ડમી ઇન્ટરનેટ કનેકશન વડે ભાવનગરમાંથી જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યા હતા. સીજીએસટી પ્રીવેન્ટિવ ટીમે દરોડો પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જે લોકોએ કૌભાંડકારીઓ પાસેથી બોગસ બિલ લીધેલા છે તેઓની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. સીજીએસટી ઉપરાંત એસજીએસટીના ચોપડે પણ ઉસમાન હાલારી ફરાર છે, અને તેને જબ્બે કરવા માટે તમામ તંત્ર કસરત કરી રહ્યું છે.

હાલારી જૂથ દ્વારા ફાડવામાં આવેલા બિલ જે લોકોએ લીધેલા છે તેઓની તપાસ શરૂ છે. ફારૂક મન્સૂરીની તાજેતરમાં અટક કરી અને કરવામાં આવેલી પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સીજીએસટીને હાથ લાગી છે. અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીઓના છેલ્લે મુંબઇના બિયર બારમાં લોકેશન મળ્યા હતા. આમ ખરીદનારાઓની સઘન પુછપરછ પરથી વધુ કૌભાંડનો પર્દાફાશ થશે.

અન્ય સમાચારો પણ છે...