રિબેટનો લાભ:1.03 લાખ કરદાતાઓએ ઘરવેરામાં 10 ટકા વળતર યોજનાનો લાભ લીધો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેના અંત સુધી 10 ટકા અને જૂનમાં વેરામાં 5 ટકા જ રિબેટ મળશે
  • કુલ 53.14 કરોડનો વેરો ભરપાઇ કરાયો, ઓનલાઈન વેરો ભરી 64,709 કરદાતાઓએ 12 ટકા રિબેટનો લાભ મેળવ્યો

ભાવનગર મહાનગરપાલિકાની ઘરવેરાની વર્ષ 2021-22ની રિબેટ યોજના અંતર્ગત હાલ મે માસમાં કરદાતાઓને 10 ટકા રિબેટ અપાય છે અને આગામી જૂન માસમાં તે ઘટીને 5 ટકા થઇ જશે. કાર્પેટ એરિયા કરપદ્ધતિનું બિલ ભરપાઇ કરનારા કરદાતાઓને લાભ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,771 જેટલા કરદાતાઓ કુલ રૂા.53.14 કરોડ જેટલો મિલકતવેરો ભરપાઇ કરી કુલ રૂા.3.98 કરોડ જેટલા રિબેટનો લાભ મેળવ્યો છે. આ પૈકી કુલ 64,709 જેટલા કરદાતાઓએ ઓનલાઇન કે ડિઝીટલ માધ્યમથી વેરો ભરપાઇ કરીને કુલ 12 ટકા રિબટેનો લાભ મેળવ્યો છે.

ઘરવેરાની વર્ષ-2013 પહેલાની જૂની કરપદ્ધતિમાં હાલમાં અમલી ચાર વર્ષની મુદ્દલ વત્તા 100 ટકા વ્યાજ માફીની યોજના મે માસમાં તા.31 મે,2021 સુધીમાં અમલી છે. જે અંતર્ગત મોટી સંખ્યામાં કરદાતાઓતેનો લાભ મેળવી પોતાનો જૂનો વેરો ભરપાઇ કર્યો છે.

આ બન્ને યોજનાઓના સમયગાળા દરમિયાન તમામ જાહેર રજાઓના તમામ દિવસોમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ બન્ને ઝોનલ કચેરી પરની કેશબારીઓ વેરો સ્વીકારવા માટે સવારે 11થી બપોરના 2.30 તથા બપોરના 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન શરૂ રહેશે. આ બન્ને યોજનાઓનો લાભ ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com તેમજ તેની એન્ડ્રોઇડમોબાઇલ એપ પરથી લઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...