તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:આર્ટસ-કોમર્સ કોલેજોમાં આઠ દિવસમાં 1,028 ફોર્મ ભરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સ ફેકલ્ટીમાં 4,447 ફોર્મ મળ્યા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ધો.12 સામાન્ય પ્રવાહમાં પાસ થયા બાદ જુદી જુદી ફેકલ્ટીમાં કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાનો ગત તા. 5 ઓગસ્ટથી આરંભ થયો છે જેમાં સૌથી વધુ ધસારો આર્ટસ ફેકલ્ટી તરફ રહ્યો છે. 8 દિવસ દરમિયાન કુલ 14,231 ફોર્મ ઓનલાઇન ભરાયા છે તેમાં આર્ટસ ફેકલ્ટીમાં 7147 એટલે કે 54.16 ટકા ફોર્મ તો વિનિયન વિભાગની કોલેજોમાં એડમિશન માટે ભરાયા છે.

આ વર્ષે ઓનલાઇન એડમિશન અંતર્ગત કોલેજોમાં બી.એ.માં 7707, બી.સી.એ.માં 1135, બી.કોમ.માં 4447, બી.બી.એ.માં 416, બી.આર.એસ.માં 281, બી.એસ.ડબલ્યુ.માં 47, બીએસસી આઇટીમાં 136 અને બી.કોમ.ઓનર્સમાં 62 વિદ્યાર્થીઓએ આ 8 દિવસ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભર્યા છે તેમ કુલસચિવે જણાવ્યું છે. આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પરીક્ષા વગર પાસ કરી દીધા હોય આર્ટસ અને કોમર્સમાં પ્રવેશ માટે ધસારો વધ્યો છે. ગઇ કાલે 13,203ફોર્મ ભરાયા હતા તે આજે 1,028 વધીને 14,231 થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...