માર્કેટ વોચ:6 માસમાં પામોલીનમાં રૂા.1000 ઘટયા : છતાં ફરસાણના ભાવ યથાવત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદેશમાંથી આયાત શરૂ થયા બાદ ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓને થયેલી રાહત
  • 6 માસ અગાઉ પામોલીનના ડબાનો ભાવ રૂ.2650ને આંબી ગયેલો તે ઘટી1650 થયો ફરસાણમાં ભાવમાં ઘટાડો જરૂરી

ખાદ્યતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000 નો આસમાનની ઘટાડો થયો છે. 6 માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2650ને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ગત તા.23 મે ના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હતો અને તબક્કાવાર ભાવ ઘટતા આજે પામોલીન તેલના 15 કિલોના એક ડબ્બાના ભાવ રૂપિયા 1650 થઈ ગયા છે.

છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000નો ઘટાડો થયો છે. ખાદ્યતેલની બજારમાં તો પામોલીનમાં ભાવ ઘટ્યા છે સાથે કપાસીયામાં પણ થોડો ભાવ ઘટ્યા છે પણ શહેરમાં ફરસાોણના ભાવ 6 માસ પૂર્વે જે વધ્યા હતા તેમાં હજી કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી.

ભાવનગર શહેરમાં ફરસાણવાળા મુખ્યત્વે પામોલીન તેલ વાપરે છે પરંતુ પામોલીન તેલમાં આ ભાવ ઘટાડવા છતાં ફરસાણના ભાવમાં હજી સુધી તો કોઇ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો નથી. અગાઉ પામોલીનના ભાવ 2600ને વટી ગયા ત્યારે ફરસાણ વાળાએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી યથાવત છે. જોકે આ ભાવ ઘટાડાને લીધે મધ્યમ વર્ગીય પરિવારોને રાહત થઈ છે અને સાતમ આઠમ બાદ હવે અન્ય પર્વમાં પણ પામોલીનના ભાવ ઓછા હોય ગૃહિણીઓ થોડી રાહતનો અનુભવ કરી રહી છે જોકે હજી સિંગતેલના ભાવ ઘટ્યા નથી.

ભાવનગરના વેપારીઓના જણાવ્યા મુજબ નોરતા પછી નવી મગફળીની આવક થશે ત્યારબાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. બાકી અત્યારે તો ભાવનગર શહેરમાં પામલીનના ભાવમાં સતત ઘટાડો થતો હોવા છતાં ફરસાણના ભાવ 250 ગ્રામના રૂા.50થી રૂ.45 યથાવત છે. પામોલીનમાં ભાવમાં જબ્બર ઘટાડો થયો ત્યારે હજી આવક શરૂ થઈ હોવા છતાં શીંગતેલના ભાવમાં ઘટાડો થયો નથી.

એક કિલોએ ભાવમાં રૂ.67 ઘટ્યા
પામોલિનના એક કિલો ખાદ્યતેલના ભાવ 6 માસ પૂર્વે વધીને 177 રૂપિયા થઇ ગયા હતા તે હવે ક્રમશ: ઘટતા ઘટતા એક કિલોનો ભાવ રૂ.110 થઇ ગયો છે. આમ, 6 માસમાં પામોલીનના એક કિલોના ભાવમાં રૂ.67નો જબ્બર ઘટાડો થયો છે. પણ ફરસાણમાં આ રીતે ભાવ ઘટાડો થયો નથી. ભાવ વધ્યા ત્યારે વધારો તરુંત થઇ ગયો હતો. હવે મોટા તહેવારો આવી રહ્યાં હોય ભાવ ઘટાડવામાં આવે તો નિમ્ન મધ્યમ વર્ગ પર્વોમાં ફરસાણ લાવીને ખાઇ શકે.

અન્ય સમાચારો પણ છે...