તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં બીચ થઇ ગયા બાદ પણ ચાહકોમાં તેનો આકર્ષણ હજુ પણ યથાવત રહ્યું છે. પ્રતિદિન સરેરાશ 1000 ચાહકો વિરાટ સાથે સેલ્ફી ખેંચાવવા અલંગ આવે છે. જોકે હજી જહાજ થી 1000 ફૂટ દૂર છે તેમજ તેમાં ફોટોગ્રાફી માટે અનુમતિ નથી આથી ચાહકો નિરાશા સાથે પાછા ફરી રહ્યા છે આ અંગે શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે 28મી સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક યુદ્ધ જહાજ વિરાટને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 બીચ કરાવવામાં આવ્યું હતું. આજ અમારા પ્લોટથી ત્રણ હજાર ફૂટ દૂર લાગેલું હતું તેથી તેને પ્લોટમાં લાવવા માટે ખાસો સમયની રાહ જોવી પડી રહી છે. સરેરાશ એક હજાર લોકો દરરોજ વિરાટ સાથે સેલ્ફી ખેંચાવવાના સપના લઈ અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવે છે.
પરંતુ જહાજ ઘણું બધું દૂર છે અને જહાજ પર જવાની કોઈને અનુમતિ આપવામાં આવેલી નથી. તેથી ચાહકોએ નિરાશ થઈને પરત ફરવુ પડે છે. દિવાળી બાદની હાઈટ દરમિયાન યુદ્ધ જહાજ વિરાટને પ્લોટમાં ખેંચવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે. વિરાટના આગમન થી લઇ અને દોઢ માસ બાદ પણ તેની સાથે ફોટો પડાવવા માટે ચાહકોની ઉત્સુકતા યથાવત રહી છે. હજુ પ્લોટથી 1000 ફૂટ વિરાટ દૂર હોવાથી તેને ખેંચવા માટે લગભગ 15 દિવસનો સમય વીતી જાય તેમ છે અને ત્યારબાદ સરકારી પર કેવો આગળ ધપશે અને પછી જ તેને ભાંગવાની અનુમતિ આપવામાં આવશે.
એક તસવીર ખેંચવા કલોલથી અલંગ આવ્યા
અમદાવાદ નજીકના કલોલ ગામેથી વિરાટ સાથે સેલ્ફી ખેંચવા આવેલા વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક યુદ્ધ જહાજ વિરાટને અંગે અખબારોમાં જાણવા મળ્યું હતું આ જહાજની ઐતિહાસિક તા ને ધ્યાનમાં રાખી અને તેની સાથે એક તસવીર ખેંચાવવા માટે હું ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવ્યો હતો પરંતુ જહાજી પ્લોટથી ઘણું દૂર હોવાથી મારી આશા પરિપૂર્ણ થઇ શકી નથી. જ્યારે જહાજ પ્લોટમાં નજીક આવી જશે ત્યારે પુન એકવાર હું આ જહાજની સાથે તસવીરો ખેંચવા માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે આવીશ.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.