વેક્સિનેશન:ભાવનગરના 83% ગામોમાં પ્રથમ ડોઝમાં 100% રસીકરણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુલ 704 ગામ પૈકી 582 ગામમાં 100 ટકા રસીકરણ: ભાવનગર તાલુકાના તમામ 53 ગામોમાં કોરોના વેક્સિનેશનમાં પ્રથમ ડોઝમાં 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો

ભાવનગર જિલ્લાના ગામ્ય પંથકમાં કોરોના રસીકરણના આરંભે અનેક શંકા-કુશંકા પ્રવર્તમાન હતી. પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ રસીકરણની ઝૂંબેશ રંગ લાવતી ગઇ અને આજે હવે એ સ્થિતિ છે કે ભાવનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 704 ગામ પૈકી 582 ગામમાં કોરોના રસીના પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે. હવે સમગ્ર જિલ્લામાં 112 ગામ એવા છે જ્યાં 100 ટકાથી ઓછું રસીકરણ થયું છે.

ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણમાં હવે 100 ટકા કે તેનાથી વધુ રસીકરણવાળા ગામની સંખ્યા વધી રહી છે. 100 ટકા રસીકરણ થઇ ગયું હોય તેવા કુલ 528 ગામ છે. જે કુલ ગામ 704ના 82.67 ટકા થાય છે. જ્યારે હવે માત્ર 17.33 ટકા ગામમાં વેક્સિનેશન 100 ટકાથી ઓછું થયું છે. બીજી બાજુ આ રસીકરણથી ગામડાઓમાં પણ કોરોનાનો કહેર સાવ શમી ગયો છે. દિવાળી સુધીમાં લગભગ મોટા ભાગના ગામમાં 100 ટકા રસીકરણ પ્રથમ ડોઝમાં થઇ જશે. જેથી કોરોના સામે રસીકરણથી સફળતા મળી તે સાબીત થશે.

તાલુકામાં ગામ મુજબ કોરોના રસીકરણ

તાલુકો100% થી વધુ75 થી 99.99 %60 થી 74.99 %60 ટકાથી ઓછુકુલ
ભાવનગર5300053
ગારિયાધાર4223148
ઘોઘા4362051
જેસર3920041
મહુવા1031532123
પાલિતાણા68150083
સિહોર7821182
તળાજા6534186123
ઉમરાળા4022144
વલ્લભીપુર5122056
કુલ582803111704

* માહિતી સ્ત્રોત ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ

​​​​​​​

100 કરોડ વેક્સિનેશનની સિદ્ધીને અનોખી રીતે વ્યક્ત કરવામાં આવી, તમામ શિપના હોર્ન એકસાથે વગાડી ઉજવણી

એકા એક સાયરન વાગતા લોકોમાં ભારે કૂતુહલ થયું હતુ
ભાવનગર એન્કરેજ પર આવેલા જહાજો દ્વારા બપોરે ચાર કલાકે અચાનક પ્રત્યેક જહાજમાંથી ચાર-ચાર વખત હોર્ન વગાડવામાં આવતા કિનારાના ગામોમાં હોર્નના અવાજ સંભળાતા કુતુહુલ ફેલાયુ હતુ. કોરોના સામેની જંગ જીતવા માટે ભારત સરકાર દ્વારા દેશમાં વ્યાપકપણે ચલાવવામાં આવેલા રસીકરણ ઝુંબેશમાં 100 કરોડ રસી અપાઇ ચૂકી હોવાની ઉજવણીના પ્રસંગે ડી.જી.શિપિંગ દ્વારા ભારતના તમામ બંદરો-એન્કરેજ પોઇન્ટ પર આવેલા જહાજોને ફ્લેગ હોસ્ટિંગ અને હોર્ન વગાડવાની સૂચના આપવામાં આવી હતી.

બપોરે 4 કલાકે ભાવનગર એન્કરેજ પોઇન્ટ પર કાર્ગો અનલોડ કરવા આવેલા જહાજ, ફેરી શિપ, અલંગમાં આવેલા જહાજો દ્વારા જહાજમાં ઉપલબ્ધ તમામ ઝંડા ફરકાવવામાં આવ્યા હતા અને ચાર વખત જહાજના હોર્ન વગાડવામાં આવ્યા હતા. કોઇપણ જાતની પૂર્વ ઘોષણા વિના હોર્ન વાગતા, હોર્નના અવાજ દૂર દૂર સુધી સંભળાતા દરિયાકાંઠાના ગ્રામ્યજનોમાં દરિયામાં શું થયું?, કાંઇ અજુગતી ઘટના બની છે?, આતંકવાદી હુમલો થયો છે? સહિતની અનેક પ્રકારની પૃચ્છાઓ થવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...