સાઈકલિંગ:ભાવનગરમાં બાઈસીકલ ક્લબ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ 100 કિલોમીટરની સાઈકલિંગનું આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં બાઈસીકલ ક્લબ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ 100 કિલોમીટર સાઈકલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ACP - Audax Club Parisien 1904માં પેરિસમાં સંસ્થાની સ્થાપના થઇ હતી. તેનું ભારત માં Audax India Randonneurs (AIR) નામથી સંસ્થા ચાલે છે. આ સંસ્થા કોઈપણ નફા વગર સ્વયં સેવક વડે ચાલતી સંસ્થા છે. તેનો ઉદ્દેશ ફિટનેસ સાથે બીજા શહેરો, રાજ્યો અને દેશોમાં સાયકલીંગને પ્રોત્સાહિત કરવાનો છે અને સાયકલિંગ કરતા લોકોમાં આ સંસ્થા અજાણ નથી. ભારતમાં 49 સિટીમાં AIRના નીતિ-નિયમથી ચાલે છે.

સાયકલીંગએ સૌથી શ્રેષ્ઠ, સસ્તો અને સરળ વિકલ્પ
આજના સમયમાં શરીરને સ્વસ્થ રાખવામાં સાયકલીંગ એ સૌથી શ્રેષ્ઠ, સસ્તો અને સરળ વિકલ્પ છે. આપણા ભાવનગરમાં લોકોને સ્વસ્થ રહેવાનો અભિગમ ખૂબ વધારે છે અને ઘણા લોકો સાઈકલ ચલાવે છે, સવારે વોકીંગ કે રનીંગ કરતા હોય છે. ભાવનગરમાં પણ Audax Indiaની સંસ્થા આવેલી છે અને જે ભાવનગર બાઈસીકલ ક્લબ દ્વારા સંચાલીત થાય છે, જે આગામી 13 નવેમ્બરને રવિવારના રોજ ભાવનગરમાં પણ 100 કિ.મી.ની સાઈકલિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા
આ સમગ્ર કાર્યક્રમમાં સૌરભ જૈન, ડો.દર્શન શુક્લા, સમીર ભારદીયા, એ.ડી.નાગભાઈ તથા મુકેશ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...