તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશાવાદ:ભાવનગરમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે 10 સ્થળોની કરાઇ છે પસંદગી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવ. જિલ્લામાં 1000 કરોડનું રોકાણ આવે તેવા સંજોગ
 • 1 લાખ લોકો માટે રોજગારી ઉભી થાય તેવી અપેક્ષા છે : મંત્રી માંડવીયા

વૈશ્વિક સ્તરે કન્ટેનરની માંગમાં આવેલા ઉછાળા વચ્ચે કેન્દ્ર ગુજરાતમાં ભાવનગરને કન્ટેનર હબ તરીકે વિકસાવવાનું વિચારી રહ્યું છે, અને તેના ઉત્પાદન માટે પાયલોટ પ્રોજેક્ટ ઉભા કર્યા છે. કન્ટેનર ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે, જેમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. 1000 કરોડનું રોકાણ કરવામાં આવે છે અને એક લાખ રોજગારી ઉભી થાય તેવી શક્યતા છે.

પોર્ટ્સ શિપિંગ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે લગભગ 3.5. લાખ કન્ટેનરની જરૂર પડે છે. “ભારતમાં કન્ટેનરનું ઉત્પાદન થતુ નથી અને મુખ્યત્વે ચીન પર નિર્ભર રહેવું પડશે જે વૈશ્વિક ઉત્પાદક છે. હવે આપણે ગુજરાતમાં ભાવનગરને કન્ટેનર હબ તરીકે વિકસિત કરવા માગીએ છીએ અને અમે પાયલોટ ધોરણે તેના નિર્માણ માટે ત્યાં 10 સ્થાનો પસંદ કર્યા છે.

માંડવીયાએ ઉમેર્યુ હતુકે, પાઇલટ પ્રોજેક્ટ સફળ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા છ મહિનામાં શિપિંગ મંત્રાલયે ભાવનગર ખાતે કન્ટેનરના ઉત્પાદનને રી-રોલિંગ અને ફર્નેસ ઉત્પાદકોની મદદથી જગ્યામાં વિવિધતા લાવવા માટે પ્રોત્સાહિત કરવા અનેક પહેલ કરી છે. “અમે અપેક્ષા રાખીએ છીએ કે આ જગ્યામાં ખાનગી કંપનીઓ આશરે રૂ. 1000 કરોડનું રોકાણ કરશે. અમે એક લાખ સ્થાનિક નોકરીઓ મળવાની પણ અપેક્ષા રાખીએ છીએ' એમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે હાલના રિ-રોલિંગ અને ફર્નેસ ઉદ્યોગોને વિસ્તૃત કરવા અને તેને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતમાં અને વૈશ્વિક સ્તરે કન્ટેનરયુક્ત કાર્ગોની માંગ વધી રહી છે.

માંડવીયાએ જણાવ્યું હતું કે, અમે માપદંડ, પ્રમાણપત્ર વગેરે જેવા ઉત્કૃષ્ટ વિગતોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. “અમે શિપિંગ એસોસિએશનો સાથે બેઠક કરી હતી. શિપિંગ લાઇનર એસોસિએશનોએ અમને ખાતરી આપી છે કે તેઓ વાજબી નફો પૂરો પાડતા કન્ટેનર ખરીદશે. તેઓએ અમને ખાતરી આપી છે કે એકવાર દેશી ઉત્પાદન શરૂ થયા બાદ તેઓ આયાત કરશે નહીં.”

કાચા માલની ઉપલબ્ધિના સંદર્ભમાં મંત્રીએ કહ્યું કે મંત્રાલયે સ્ટીલના મોટા ખેલાડીઓ સાથે વાત કરી છે. માંડવીયાએ જાહેર કર્યું કે તેઓ વૈશ્વિક સ્ટીલની વિશાળ કંપની આર્સેલર મિત્તલ સાથે વાતચીત કરી રહ્યા છે, જેમાં કન્ટેનર ઉત્પાદન માટે સ્ટીલનો ચોક્કસ ગ્રેડ આપવાની ખાતરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો