તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત જેસર તાલુકાના બેડા ગામ ના વાડી વિસ્તારમાં રહેતા વિજય ભાઈ ચૌહાણ ના પુત્ર અમિતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી હતી. અમિતને શ્વાસ ચઢવાની, સતત ઉધરસ અને રડવાની તેમજ વધારે રડવાની તકલીફ જણાતા ગામની આશા વર્કર ભગવતીબેન દ્વારા આર.બી એસ.કે ટીમને જાણ કરવામાં આવી હતી આર.બી એસ.કે ટીમ દ્વારા તપાસ કરતા હૃદયરોગની શક્યતાના આધારે વધુ નિદાન અને સારવાર અર્થે સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત કરી બાળકને સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
સર.ટી હોસ્પિટલ ખાતેથી હૃદય સંબંધી તકલીફ વધુ જણાતા બાળકને યુ એન મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું હતું જ્યાં સી.એચ.ડી. સુપ્રાકાર્ડાટેક ઓબસ્ટ્રકટેડ ટીએ પી.વી.સી ની તકલીફ કહેવાનું નિદાન થયું હતું શરૂઆતમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ અમિતના વાલીએ ઓપરેશન કરાવવા બાબતે અસંમતિ દર્શાવી હતી પરંતુ મેડિકલ ટીમ દ્વારા વાલીને ઓપરેશનની વિગતો તથા આવશ્યકતા થી વાકેફ કરાવી તેને બનાયા હતા.
તા.7 ફેબ્રુઆરી નાં રોજ હૃદયનું જટિલ અને દસ લાખ સુધીનું ખર્ચાળ ઓપરેશન ખેડૂત પરિવાર માટે વિનામૂલ્યે થતા તેમજ આવન-જાવન માટે પણ ટિકિટ નો ખર્ચ અને ત્યાં જમવા નો ખર્ચ પણ સરકારે ભોગવતા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કરજણીયા ના માર્ગદર્શન હેઠળ ડોક્ટર રાહુલ પ્રબતાણી , મૌલિક વાઢેર, ડોક્ટર કિરણ કામળિયા, આશાબેન ભગવતીબેન દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.