એલસીબીનો દરોડો:કુંભારવાડામાં રૂપિયા 1.02 લાખના મુદ્દામાલ સાથે 10 જુગારી ઝડપાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસના સકંજામાંથી ત્રણ શખ્સો ભાગવામાં સફળ રહ્યાં
  • મોતીતળાવ નજીકના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીનો દરોડો

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતીતળાવ નજીકના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દરોડો પાડીને 10 શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

એલ.સી.બી. સ્ટાફને બાતમી હતી કે ઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા (રહે.મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર) તથા ઇમરાન ઉર્ફે ઇમુ વલીભાઇ લાખાણી (રહે.ભીલવાડા સર્કલ, ભાવનગર) આશીફખાન રશીદખાન પઠાણ (રહે.શેરી નંબર-૨,એકતાનગર, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર)નાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી અખાડામાં સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.

આ માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફે રાત્રીનાં રેઇડ કરતાં જુગાર રમતાં મોહિત ઉર્ફે ફુગ્ગી હબીબભાઇ ભાડુલા (ઉ.વ.32) ઇરફાન ઉર્ફે ભાણો યુનુસભાઇ તરકવાડિયા (ઉ.વ.32) મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી (ઉ.વ.30) જોજબ રહીમભાઇ મોગલ (ઉ.વ.34) ઇર્શાદ ઇસુબભાઇ બેલીમ (ઉ.વ.22) સોહિલ સલીમભાઇ તરકવાડિયા (ઉ.વ.28) ટીપુ સુલ્તાન ઉર્ફે રજાક ઇશાકભાઇ તરકવાડિયા (ઉ.વ.25) આરીફભાઇ મહંમદભાઇ ભાડુલા (ઉ.વ.25) નીતિનભાઇ પીતાંબરભાઇ મકવાણા (ઉ.વ.38) કિરીટસિંહ અખુભા વાળા (ઉ.વ.42) ને રોકડા રૂપિયા મોબાઈલ,મળી કુલ રૂ 1,02,400 સાથે ઝડપી લીધા હતા જ્યારે ઇમરાન ઉર્ફે ઇમુ વલીભાઇ લાખાણી ,આશીફખાન રશીદખાન પઠાણ,ઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા એલસીબીના સ્ટાફને થાપ આપી નાસી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...