તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કુણો પડયો ફંગસ વધ્યું:મ્યુકરમાઇકોસિસથી 10ના મોત, કોરોનામાં 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 311 પૈકી હાલ 145 દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવારમાં
  • ભાવનગરમાં બ્લેક ફંગસના દર્દીઓમાં ધીમી ગતિએ થઈ રહેલો વધારો

ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હવે જ્યારે કોરોનાની મહામારીની બીજી લહેર કુણી પડતી જાય છે ત્યારે મ્યુકરમાઇકોસિસ નામના ફુગજન્ય રોગે માથુ ઉચક્યું છે. આજ સુધીમાં ભાવનગરમાં આ બ્લેક ફંગસના કુલ 311 દર્દીઓ નોંધાયા છે અને તેમાં 10 દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ કોરોનામાં આજે શહેરમાં 16 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 12 મળી કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું આજે મોત થયું હતુ. ભાવનગર શહેરની સરકારી સર ટી. હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં મ્યુકરમાઇકોસિસ રોગના હાલ 115 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 106 દર્દીઓ આ રોગના છે જ્યારે 6 દર્દીઓ શંકાસ્પદ છે તેમજ 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

આજ સુધીમાં સર ટી. હોસ્પિટલમાં કુલ 249 દર્દીઓ નોંધાયા છે અને કુલ 10 દર્દીઓના મોત મ્યુકરમાઇકોસિસથી થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે 2 દર્દી મ્યુકરમાઇકોસિસના લક્ષણવાળા મળ્યા છે જેઓનો રિપોર્ટ આવવાનો બાકી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં હાલ મ્યુકરમાઇકોસિસના 30 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. તાજેતરમાં 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આજ સુધીમાં સરકારીમાં 249 અને ખાનગીમાં 62 મળીને કુલ 311 જેટલા દર્દીઓ આ રોગના મળ્યાં છે અને તેમાં 10ના મોત થયા છે.

દરમિયાનમાં આજે શહેરમાં કોરોનાના નવા 12 અને તાલુકા-જિલ્લા કક્ષાએ 16 મળીને કુલ 28 કેસ નોંધાયા હતા જ્યારે આજે શહેરમાં 26 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 34 મળીને કુલ 70 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે એક દર્દીનું મોત થયું હતુ. શહેરી વિસ્તારમાં 8 પુરૂષ અને 4 સ્ત્રી અને તાલુકાઓમાં 9 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 28 દર્દી નોંધાયા હતા. જિલ્લામાં નોંધાયેલા 21,248 કેસ પૈકી હાલ 546 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 287 દર્દીઓનું અવસાન થયેલ છે.

ઇન્જેકશનથી કીડનીને આડઅસર
ભારતમાં મ્યુકરમાઇકોસિસનું પ્રમાણ વધુ છે. તેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. ઈમ્યુનિટી ઓછી હોવી, સ્ટિરોઈડનું પ્રમાણ વધી જવાથી અને ડાયાબિટિસના પેશન્ટનું સુગર કંટ્રોલિંગ મોનિટરિંગ રાખવામાં ન આવ્યું હોય તો પણ થવાની શક્યતા રહેલી છે. ભાવનગરમાં હાલ આ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી છે પણ તેમાં લોકો પણ દરકાર રાખે તે આવશ્યક છે. બાકી તેના યોગ્ય તબીબી સૂચના વગર અને અગાઉ ચકાસણી કર્યા વગર એમ્ફેટોરેસીન-બી ઇન્જેકશન લેવાથી કીડનીને ગંભીર નુકશાન થવાની શક્યતા રહેલી છે. > ડો.દર્શન શુકલ, પ્રમુખ, આઇએમએ, ભાવનગર

કોરોનામાં રિકવરી રેઇટ 96.08 ટકા
ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,248 કેસ નોંધાયા છે અને તે પૈકી 20,415 દર્દીઓ કોરોનામુક્ત થતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ વધીને 96.08 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...