તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વૈચ્છિક લોકડાઉન:ભાવનગરના વરતેજ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો અને વેપારીઓની બેઠક બાદ નિર્ણય લેવાયો

ભાવનગર નજીકના વરતેજ ગામમાં કોરોનાનું સક્રમણ વધી રહયુ છે. ત્યારે સંક્રમણ રોકવા વરતેજ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો તેમજ વેપારીઓની એક મીટીંગ કરી હતી. જેમાં તા.29 એપ્રિલ થી તા.8 મેં સુધી 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,

ભાવનગર શહેર જિલ્લામાં કોરોના કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લામાં કોરોના કેસની સંખ્યા રોકેટની ગતિએ વધતી જોવા મળી રહી છે. ત્યારે ગ્રામ વિસ્તારમાં લોકોમાં ખુબ જ જાગૃતતા જોવા મળી છે. શહેરમાં જ્યાં એક તરફ લોકો સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવા છતાં બંધ પાળતા નથી ત્યારે બીજી તરફ શહેર નજીક આવેલા વરતેજ ગામે સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો છે.

વરતેજ ગ્રામ પંચાયત ખાતે એક મિટિંગ યોજાય હતી. જેમાં તા.29 એપ્રિલ થી તા.8 મેં સુધી સમગ્ર વરતેજ ગામે સ્વૈચ્છિક લોકડાઉન કરવા નિર્ણય લેવાયો છે. વરતેજ ગામે જાહેર કરાયેલા નિર્ણય અનુસાર નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ દુકાનો તથા વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખવાના રહેશે જો કે મેડિકલ , દુધની એજન્સી ,ડેરી તેમજ અનાજ દળવાની ઘંટી ખુલ્લી રાખવામાં દેવાશે. આ 10 દિવસ માટે કોઈપણ વ્યકિતએ બીન જરૂરી ઘરની બહાર નહી નીકળવા સૂચના અપાય.

બહાર નિકળવાની ફરજ પડે તો મોઢા ઉપર માસ્ક ફરજીયાત બાંધવાનું રહેશે. બહાર ગામથી આવતા તમામ લોકોએ ફરજીયાત 14 દિવસ માટે હોમકોરોન્ટાઈન રહેવાનું રહેશે. જે તમામ બાબતે વરતેજ ગ્રામ પંચયાતની હદમાં આવતા તમામ વિસ્તાર માટે લાગુ પડશે. તેમજ તમામ ગ્રામજનો તેમજ તમામ વેપારી તેમજ ધંધાર્થીઓ એ સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે. તેમ સરપંચ શક્તિસિંહ દ્વારા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...