નોટિસ:10 કરોડના કૌભાંડમાં GSTની એરપોર્ટ પર લૂક આઉટ નોટિસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા ભાવનગરમાં
  • સોહિલ ચૂગદા સહિત ચારની શોધખોળ

ડાયરેક્ટોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા ગુરૂવારથી ભાવનગરમાં હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સોહિલ ચૂગદા સહિત અન્ય 4ની શોધખોળ ચાલી રહી છે. ઉંમર હમીદાણી અને ધવલ સરવૈયાની ભાવનગરમાં અગાઉ બોગસ બિલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેની પુછપરછ દરમિયાન ઉંમર, ધવલ સાથે અન્ય 7 લોકો સંકળાયેલા હોવાની માહિતી મળી હતી.

ગુરૂવારથી ડીજીજીઆઇની ટુકડી ભાવનગરમાં વધુ એક વખત તપાસાર્થે આવી હતી. અને 10 કરોડની ગેરરીતિ સબબ સોહિલ સલીમભાઇ ચૂગદાને શોધવા માટે આરબવાડ, લીમડીવાળી સડક, શિશુવિહાર સહિતના સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ સોહિલ નાસી છૂટ્યો હતો.

સોહિલ દેશ છોડીને નાસી ન જાય તેના માટે લૂક આઉટ નોટિસ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.સોહિલ ચૂગદા અને અન્ય 4 લોકો પણ પકડવા માટે તંત્ર તલપાપડ બન્યુ છે, અને આગળની લિન્ક તેઓના દ્વારા મળી શકે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...