તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:MKB યુનિ.માં સ્નાતક-અનુસ્નાતક પરીક્ષાના પ્રથમ દિવસે 10 કોપી કેસ

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોરોનાની ગાઈડલાઈન બાબતે દરેક કેન્દ્રોમાં કરાયેલું નિરીક્ષણ
 • પરીક્ષામાં પ્રથમ દિવસે 3 સેશનમાં સરેરાશ 97.20 % પરીક્ષાર્થીઓ હાજર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આજથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટર સહિતની પરીક્ષા કાર્યનો આરંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓની પ્રથમ દિવસે ત્રણેય સેશનમાં નોંધપાત્ર હાજરી રહી હતી. ત્રણ સેશનમાં કુલ મળીને 16,441 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા અને તે પૈકી 15,981 હાજર રહેતા એકંદરે હાજર પરીક્ષાર્થીઓની સરેરાશ 97.20 ટકા થઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા આદેશ અપાયા હતા અને તે માટે નિરીક્ષણ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતુ તેમ કુલસચિવે જણાવ્યું હતુ. પરીક્ષાના પ્રથમ દિવસે કુલ 10 કોપી કેસ ઝડપાઇ ગયા હતા.

આજે પરીક્ષાના આરંભના દિવસે પ્રથમ સેશનમાં 14 કેન્દ્રોમાં પરીક્ષા લેવાયેલી જેમાં 2876 પરીક્ષાર્થી પૈકી 2754 હાજર નોંધાયા હતા. બીજા સેશનમાં કુલ 32 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી અને તેમાં કુલ 8054 પરીક્ષાર્થી પૈકી 7813 હાજર નોંધાયા હતા. તૃતિય સેશનમાં 25 કેન્દ્રોમાં કુલ 5511 પરીક્ષાર્થીઅો પૈકી 5414 હાજર નોંધાયા હતા. આ રીતે 3 સેશનમાં કુલ મળીને 16,441 પરીક્ષાર્થી પૈકી 15,981 હાજર રહેતા એવરેજ હાજરી 97.20 ટકા નોંધાઇ હતી. આજે કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ શહેર અને ગ્રામ્ય તેમજ કુલસચિવ ડો.કૌશિકભાઇએ શહેરના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો