પરીક્ષા:14મીથી શરૂ થતી ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં 10 સેન્ટર સંવેદનશીલ જાહેર

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં આ વર્ષે ધો.10માં 39,727, ધો.12 સા.પ્ર.માં 24,292 તથા સાયન્સમાં 5646 પરીક્ષાર્થીઓ
  • 238 બિલ્ડિંગમાં 2382 બ્લોકમાં પરીક્ષા લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષાનો આગામી તા.14 માર્ચથી આરંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં આ પરીક્ષાના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જે મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.10માં 39,727, ધો.12 સામાન્ય પ્રવાહમાં 24,292 તથા ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 5646 મળીને કુલ 69,665 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષામાં ધો.10માં 2 સેન્ટર સંવેદનશીલ અને ચાર સેન્ટરને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે ધો.12 12માં બે સેન્ટર સંવેદનશીલ અને બે સેન્ટર અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સમગ્ર જિલ્લામાં કુલ 238 બિલ્ડિંગમાં 2382 બ્લોકમાં પરીક્ષા લેવાશે.

ધો.10ની પરીક્ષા માટે ભાવનગર જિલ્લામાં ટાણામાં વિવેકાનંદ વિદ્યાલય તથા દિહોરના વિવેકાનંદ વિદ્યાલયને સંવેદનશીલ તથા સણોસરાના બજરંગદાસ બાપા વિદ્યાલય, ઠાડચના જીવન જ્યોત વિદ્યાલય, મોટા આસરાણાના રામકૃષ્ણ વિદ્યાલય તથા હાજીપરના ઇશ્વરાનંદ વિદ્યાલયને અતિ સંવેદનશીલ સેન્ટર જાહેર કરાયા છે.

જ્યારે ધો.12માં હાજીપરના ઇશ્વરાનંદ વિદ્યાલય અને ભાવનગરના સહજાનંદ વિદ્યાલય શિવનગરને સંવેદનશીલ તથા ગારિયાધારના એમ.ડી.પટેલ હાઇસ્કૂલઇ અને વલ્લભીપુરના એમ. આર. દવે ગર્લ્સ હાઇસ્કૂલને અતિ સંવેદનશીલ સેન્ટર જાહેર કરાયા છે.

જિલ્લામાં પરીક્ષાર્થીની સ્થિતિ

પરીક્ષાપરીક્ષાર્થીકુલ બ્લોકકુલ બિલ્ડિંગ
ધો.1039,7271303132
ધો.12સા.પ્ર.24,29279580
ધો.12 વિ.પ્ર.564628426
કુલ69,6652382238

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...