લમ્પી વકર્યો:ભાવનગરમાં છેલ્લા 2 દિવસમાં લમ્પી વાઈરસથી 10 પશુઓના મોત, નવા 232 કેસ નોંધાયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં બે દિવસમાં 10 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા છે. જ્યારે નવા 232 કેસ નોંધાયા છે. વધુમાં 6 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. સાથો-સાથ પોઝિટિવ કેસ વધતાં મોતની ઘટનાઓ પણ વધી છે, જેને લઇ પશુપાલકોમાં ચિંતા વધી છે.

અત્યાર સુધીમાં 7847 પોઝિટિવ કેસ નોંધાયા
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવાની સાથે મોતની ઘટનાઓ પણ વધી રહી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 7847 પોઝિટિવ કેસ નોંધાયા છે.

10 તાલુકામાં 559 ગામો અસરગ્રસ્ત
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી લમ્પી વાયરસના કુલ 7847 કેસ નોંધાયા છે અને કુલ 520 પશુઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા અને તળાજા સહિતમાં 10 તાલુકામાં વાઇરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. જ્યારે ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 29 હજાર 322 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...