તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોર્પોરેશનના ઘરવેરાની કારપેટ એરિયા પદ્ધતિમાં નાણાકીય વર્ષ 2021-22ની આવતીકાલ તારીખ 3જી એપ્રિલથી રીબેટ યોજના શરૂ થશે. એપ્રિલ માસમાં વેરો ભરપાઈ કરનાર કરદાતાને 10 ટકા રીબેટનો લાભ મળશે અને ઓનલાઇન પેમેન્ટ કરનારને 2 ટકા વધુ રિબેટ મળશે.
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એપ્રિલ અને મે મહિનામાં મિલકતવેરામાં રીબેટ યોજના અમલમાં લાવે છે. ગત વર્ષે લોકડાઉનને કારણે જૂન મહિના સુધી રીબેટ યોજનાનો લાભ કરદાતાઓને આપ્યો હતો. તદુપરાંત સરકાર દ્વારા પણ વધુ રિબેટ આપવા નિર્ણય કરતા લોકોને વધુ રિબેટ મળ્યું હતું. આ વખતે આવતીકાલ તા. 3જી એપ્રિલથી રીબેટ યોજનાનો અમલ શરૂ થશે. કોર્પોરેશનની મુખ્ય કચેરી તથા પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનલ કચેરીઓ ખાતે સવારે 10:30 થી બપોરે 2:30 અને બપોરે 3 થી 5 જાહેર રજાઓ અને શનિ-રવિના રજાના દિવસોમાં પણ ઘરવેરો સ્વીકારવામાં આવશે. શહેરની 7 બેન્કની 15 બ્રાન્ચમાં વેરો સ્વિકારાશે. એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકતવેરા તથા સફાઇવેરાની રકમ પર 10% તથા મે માસમાં 5% સુધીનું રિબેટ તેમજ POS, કોર્પોરેશનની વેબસાઈટ www.bmcgujarat.com પર ઓનલાઇન તેમજ એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન મારફત પેમેન્ટ કરવા પર 2% વધુ રિબેટ મળવાપાત્ર છે.
સામાન્ય રીતે ઓનલાઇન વેરો ભરપાઇ કરતા કરદાતાને 2 % વધુ રિબેટ મળતું જ હોય છે પરંતુ માત્ર પ્રજાની સારપ લેવા માટે ઓનલાઈન પેમેન્ટમાં કમિશનર દ્વારા 1%ની દરખાસ્ત કરી અને શાસકોએ 1%નો વધારો કરી પ્રસિદ્ધિ મેળવવા મુદ્દો ઊભો કર્યો હતો. ખરેખર તો વર્ષ 2016-17થી ઓનલાઇન પેમેન્ટ કરનારને 2% વધુ રીબેટ આપવામાં આવે છે. જુની કર પધ્ધતિમાં પણ વર્ષ 2009-10 થી 2012-13 છેલ્લા ચાર વર્ષનો બાકી વેરો એપ્રિલમાં એકસાથે ભરપાઈ કરવાથી વ્યાજ માફી અને ચાર વર્ષ પૂર્વેની રકમ માંડવાળ કરવામાં આવશે.
કોરોના કાળમાં વેરામાં વધારાની કોઈ રાહત નહીં
હાલમાં કોરોનાનું સંક્રમણ વધુ છે શૈક્ષણિક સંસ્થાઓ થી માંડી અનેક ધંધા રોજગારમાં મુશ્કેલી છે. લોકો આર્થિક સંકડામણ અનુભવે છે. છતાં મિલકત વેરામાં રૂટીન રીબેટ સિવાય કોઇ વધારાનો લાભ અપાયો નહીં. સુરત મહાનગરપાલિકાએ કોરોનાને કારણે 15 ચો.મી. સુધીની મિલકતનો એક વર્ષનો વેરો અને યુઝર્સ ચાર્જ માફ કર્યો છે. તેમજ 15 થી 25 ચો.મી.માં 25% રાહત આપી છે. જે સબળ શાસકનો દાખલો છે. પરંતુ ભાવનગરમાં રાતી પાઈનો પણ ફાયદો કરાવ્યો નથી.
કંઈ કંઈ બેન્કમાં વેરો ભરી શકાશે
કોર્પોરેશનનો મિલકત વેરો બેન્કમાં પણ ભરપાઈ કરી શકાય છે. જેમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની 3 બ્રાન્ચ, આઇસીઆઈસીઆઈની 3 બ્રાન્ચ, કોટક મહિન્દ્રાની 2 બ્રાન્ચ, આઈડીબીઆઈની 1 બ્રાન્ચ, પંજાબ નેશનલ બેંકની 4 બ્રાન્ચ, બેંક ઓફ ઇન્ડિયા અને એ.યુ. બેંકની એક એક બ્રાન્ચ પર વેરાની રકમ સ્વીકારાશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.