દુર્ઘટના:મહુવા ગાયત્રી મંદિર પાસે અકસ્માતમાં 1 મહિલાનું મોત

મહુવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મજુરો ભરેલા પીકઅપ બોલેરો વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 4ને નાની મોટી ઈજા

મહુવા ગાયત્રી મંદિર પાસે આજે બોલેરો પીકઅપ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1 મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 4ને નાની મોટી ઈજાઓ થઈ હતી. બનાવ અંગે મહુવા પોલીસમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મહુવા ગાયત્રી મંદિર પાસે આવાસ નજીક બોલેરો અને મોટર સાયકલ અકસ્માત થતા બન્ને વાહન ખાળીયામાં ખાબકતા એક મહિલાનું મૃત્યું થવા પામેલ છે. મજુરો ભરી ખરેડ-ગઢડા તરફ જઇ રહેલ બોલેરો જીજે 04 એ ડબલ્યું 9666 અને મહુવા તરફ આવી રહેલ મોટર સાયકલ જીજે 04 ઇબી 0506 ટકરાઇ ખાળીયામાં ખાબકતા એક મહિલાનું મૃત્યું થવા પામેલ છે અને ચારને નાની-મોટી ઇજા થવા પામેલ છે.

મૃત્યું પામનાર શિતલબેન શામજીભાઇ રાઠોડ ઉ.વ. 24 રહે ગઢડાને પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં અને ધાયલ મનિષાબેન મગનભાઇ જોળીયા, લાલજીભાઇ નારણભાઇ શિયાળ, નિકીતાબેન ધીરૂભાઇ જોળીયા અને મોટર સાયકલ ચાલક યોગેશભાઇ નટવરલાલ શુકલાને હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મહુવા પોલીસે અકસ્માત ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...