પતંગ પર્વ:આજે 2-2 કલાકે પવનની ઝડપમાં 1થી4 કિ.મી. વધઘટ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પતંગ-દોરા, લાડવા, ચિક્કી, શેરડી, જમરૂખ, બોરની છેલ્લે છેલ્લે ધૂમ ઘરાકી નિકળી
  • આજે સવારથી આકાશમાં પતંગોના પેચ વચ્ચે એ... કાપ્યો છે... નો નાદ ગુંજી ઊઠશે

આવતી કાલ તા. 14 જાન્યુઆરીને શનિવારે સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના દરિયાઇ વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન 11 કિલોમીટરની ઝડપ રહેશે તેવી આગાહી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આથી પતંગ રસિયાઓ માટે મકરસંક્રાંતિના પર્વે પવન દેવતા મહેરબાન રહેશે તેમ કહી શકાય. સાંજના સમયે પવનની ઝડપ વધી પણ શકે તેવી આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં થોડી ભેજવાળી હવા રહેશે તેમ પણ આગાહીમાં જણાવાયું છે.

આજે શુક્રવારે પતંગપર્વની પૂર્વ સંધ્યાએ બપોર બાદ પતંગ અને દોરામાં ધૂમ ઘરાકી નીકળી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ આજે 9 કિલોમીટરથી 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. શુક્રવારે શહેરમાં બપોર બાદ પતંગ-દોરી, શેરડી, લાડુ-ચીક્કીની ખરીદી નીકળતા શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આપણે ત્યાં મકર સંક્રાંતિના પર્વે બહેનો અને દીકરીઓના ઘરે જેઇને ખીચડો આપવાની પરંપરા છે. ઉત્તરાયણના આગલા દિવસે ઘરાકી ખૂલવા સાથે પતંગબજારમાં મોડી રાત સુધી લોકોની ભીડ જામી હતી. ઘોઘા ગેઇટ, પીરછલ્લા, કાળાનાળા, ઘોઘા સર્કલ, સરદાનગર, ભરતનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી ખરીદદારો દેખાયા હતા. પતંગ-દોરી ઉપરાંત ગોગલ્સ, પીપૂડા, ટોપીની પણ લોકોએ ધૂમ ખરીદી કરી હતી.

આજે પતંગ પર્વ કાલે સાંજ સુધી પુણ્યકાળ
વર્ષો જૂની પરંપરાનાં લીધે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી એ ઉજવવામાં આવે છે. કોઈપણ ગ્રહનો રાશિમાં પ્રવેશ સંક્રાંતિ તરીકે ઓળખાય છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. દર 100 વર્ષે રાશિ ચક્ર બદલાતું હોવાથી સ્વામી વિવેકાનંદનાં સમયમાં ઉત્તરાયણ 12મી જાન્યુ. એ ઉજવાતી હતી.

અત્યારે એ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. સૂર્ય ધીરે ધીરે પૃથ્વીની નજીક આવી રહ્યો છે ત્યારે વર્ષો બાદ ઉત્તરાયણ 15મી. જાન્ય.ુ એ ઉજવાશે. આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તા.14ને શનિવારે રાત્રે 8.56 કલાકે થતો હોવાથી સંક્રાંતિનો પુણ્ય કાળ બીજા દિવસે તા.15ને રવિવારે સાંજે 5.30 કલાક સુધી છે.આથી આ સમયગાળામાં સંક્રાંતિનું દાન-પુણ્ય કરી શકાશે. - કિશનભાઈ જોષી, શ્રીધર પંચાગવાળા

ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે હેલ્પલાઈન નંબર
7359757677, 9925151531, 9426492727, 7878422878, 6354783283, 9879688281, 9099388750, 9825409784, 9998268806, 9429344957, 7069281129, 7623888657, 6351499133, 7046387114
મકરસંક્રાંતિના પર્વે કરૂણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર અને દોરીથી ઘવાયેલા પશુ-પક્ષી માટે રિસીવ સેન્ટર તથા સ્ટાફની યાદીના નંબર છે.

અંગ્રેજી તારીખ પર આધારિત એકમાત્ર હિન્દુ તહેવાર
બ્રહ્માંડના ગ્રહોની ભ્રમણ કક્ષા, ગતિ નિશ્ચિત કરી આપેલ છે. જે મુજબ સૂર્યના ભ્રમણ માટે બાર રાશિ નક્કી થયેલી છે. ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ અને સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે. ગુજરાતી મહિનાઓમાં ચંદ્રના ભ્રમણ મુજબ હોય છે જ્યારે સૂર્યનું ભ્રમણ અંગ્રેજી મહિના મુજબ થક્કી થતું હોય મકરસંક્રાંતિનો એકમાત્ર હિન્દુ તહેવાર એ અંગ્રેજી મહિનાની 14 જાન્યુઆરીએ લીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...