કોરોના પોઝિટિવ:17 દિવસ બાદ શહેરમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને ડોઝ લીધા બાદ કોરોના થયો
  • ​​​​​​​ઇસ્કોન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય અલંગના ધંધાર્થીને કોરોના પોઝિટિવ

ભાવનગર શહેરમાં કોરોના હવે લગભગ ભુલાઇ જતો જાય છે અને નવા કેસ ભાગ્યે જ મળે છે ત્યારે ગત તા.17 એપ્રિલ બાદ આજે 4 મેના રોજ ભાવનગર શહેરમાં એક દર્દીને ટેસ્ટ કરતા કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર એપ્રિલ માસથી સંપૂર્ણપણે કોરોનામુક્ત છે.

ભાવનગર શહેરમાં આજે ઇસ્કોન વિસ્તારમાં રહેતા અને 49 વર્ષીય અલંગના ધંધાર્થીને કોરોના પોઝિટિવ જાહેર કરવામાંઆવ્યા હતા. આ પુરૂષ કોરોના પોઝિટિવ દર્દીની કોઇ બહારગામની હિસ્ટ્રી નથી. આ પુરૂષ દર્દીએ કોરોના રસીકરણના બન્ને ડોઝ લઇ લીધા છે તેમ પણ આરોગ્ય વિભાગે માહિતી આપી હતી.

ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 20,884 કેસ પોઝિટિવ નોંધાયા છે અને તે પૈકી 20,692 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેરમાં કોરોનામાંથી સાજા થઇ જનારા દર્દીઓનો રેઇટ 99.08 ટકા છે. હાલ શહેરમાં એક દર્દી કોરોનાની સારવારમાં છે. જ્યારે શહેરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ 191 લોકોના મોત થયા છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર ગત એપ્રિલ માસથી કોરોનામાં સંપૂર્ણમુક્ત છે. આ વિસ્તારમાં કોરોનાનો એક પણ દર્દી સારવારમાં નથી.

અન્ય સમાચારો પણ છે...