તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેર-જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહમાં 1 પોઝિટિવ કેસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં રિકવરી રેઇટ 98.58 ટકા થયો
  • સતત ચોથા દિવસે શહેર કે ગ્રામ્ય પંથકમાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ ન મળ્યો

ભાવનગર શહેર અને ગ્રામ્ય તાલુકા કક્ષાએ આજે એક પણ નવો કોરોના પોઝિટિવ કેસ મળતા આજે સતત ચોથા દિવસે શહેર અને ગ્રામ્ય પંથકમાંથી કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ મળ્યો ન હતો. જે રાહતરૂપ સમાચાર છે. છેલ્લાં એક સપ્તાહમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો માત્ર એક નવો કેસ મળ્યો છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ 21,440 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,135 દર્દીઓ કોરોનામુક્ત થતા જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.58 ટકા થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં આજ પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આથી આજ સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 14,011 કેસ નોંધાયા છે અને તેની સામે 13,850 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.85 ટકાએ યથાવત છે. જ્યારે આજે ગ્રામ્ય કક્ષાએ પણ એકયે નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,440 કેસ પૈકી 21,1354 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.58 ટકા થઇ ગયો છે. આમ હવે સમગ્ર શહેર-જિલ્લાને પુન: કોરોનામુક્ત થવાને આડે 8 દર્દીઓ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...