તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે 1 પોઝિટિવ કેસ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આજે સતત બીજા દિવસે કોરોના પોઝિટિવ નો એક નવો કેસ મળ્યો હતો. આથી ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. કોરોનાની ત્રીજી લહેર ભાવનગરમાં પ્રવેશે નહિ તે માટે પૂરતી તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. મોઢે માસ્ક બાંધવો તેમજ સોશિયલ ડિસ્ટસીન્ગનું પાલન કરવું હાલના તબક્કે અત્યંત આવશ્યક બની ગયું છે. શહેર અને જિલ્લા કક્ષાએ રિકવરી રેટમાં ઘટાડો થયો છે.

ભાવનગર શહેરમાં ગઈકાલે 14 દિવસના સમયગાળા બાદ એક પોઝિટિવ કેસ નોંધાયા પછી આજે સતત બીજા દિવસે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેમાં એક મહિલાનો કોરોના નો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 14,013 નોંધાયા છે અને તેની સામે 13,851 દર્દીઓ સાજા થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેટ ઘટીને 98.84% થઈ ગયો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,446 કેસ નોંધાયા છે અને તે પૈકી આજ સુધીમાં 21,144 કેસ સાજા થઇ જતા જિલ્લા કક્ષાએ રિકવરી રેટ ઘટીને 98.59% થઈ ગયો છે. જ્યારે તાલુકા ગ્રામ્ય કક્ષાએ રિકવરી 9812 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...