અકસ્માત:તળાજા નજીક 1 અને વરતેજ નજીક 3 ના અકસ્માતમાં મોત થતા મૃત્યુઆંક 4 થયો

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નૂતન વર્ષથી ભાવનગર જિલ્લામાં અકસ્માતનું કાળચક્ર ફરી વળ્યુ

ભાવનગર જિલ્લામાં અક્સ્માતોનું કાળચક્ર ફરી રહ્યું હોય તેમ દિવાળી પછીથી શરૂ થયેલી અકસ્માતોની હારમાળા અટકવાનું નામ લેતી નથી. આજે ભાવનગર જિલ્લામાં અલગ-અલગ ઘટનામાં તળાજામાં એક અને વરતેજ નજીક અકસ્માતમાં 3 ના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 4 નો થયો હતો.

વરતેજ નજીક નવાગામ પાસે જામનગર અને ભાવનગરના મુસ્લિમ પરિવારને અકસ્માત નડયો હતો જેમાં આઈશર અને ઈકો કાર વચ્ચેના અકસ્માતમાં ઈકો કારના 7 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. 8 વર્ષની બાળા સોફીયા સાજીદભાઈ મકવાણાનું ઘટનાસ્થળે અને અન્ય એક બાળક મહંમદઅલી સાજીદભાઈ મકવાણા (ઉ.વ.9 માસ) મોતીતળાવ, ભાવનગર આયાતબેન કામિલભાઈ જુનેજા (ઉ.વ.6 માસ)ધ્રોલ,જામનગર,નું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે સાહિનબેન સાજીદભાઈ મકવાણા, સાજીદભાઈ રજાકભાઈ મકવાણા, તસ્લીમાબેન કામિલભાઈ જુનેજા, કામિલભાઈ હુસૈનભાઈ જુનેજા ઈકો કારમાં ભાવનગર આવી રહ્યા હતા.જ્યારે અન્ય એક બનાવમાાં તળાજા થી મહુવા જતા હાઇવે પર આવતા પસવી ગામ નજીક બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર તરુણ નું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું. બનાવ ની મળતી વિગતો મુજબ દાઠા નજીકના કાટીકડા ગામના તરુણ બાવચંદ પોપટભાઈ ચૌહાણ (ઉં. વ.17) રોજિયા ગામે પોતાના કેટલાક ડોક્યુમેન્ટ લઈ ને તળાજા મામલતદાર કચેરીએ આવવા બાઈક નં.જીજે 01- એલ એમ 8253 લઈ બપોરના અગિયારેક વાગ્યા ના સુમારે નીકળેલ.

તરૂણ પસવી ગામના વળાંક પરથી પસાર થતો હતો ત્યારે શ્રી શક્તિ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં.જીજે14 - ઝેડ 3303 આ બંને વચ્ચે અકસ્માત થતાં તરુણનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ થવા પામેલ.મામલતદાર કચેરી એ ફોર્મ ભરે તે પહેલાં તરુણ ની જિંદગી નું સર્વર ફેઇલ થઈ ગયું હતું. બનાવના પગલે મૃતકને પી.એમ કરવા માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સ્થળ પર દાઠા પોલીસે પંચ નામુ કરેલ. ઇન્કવેસ્ટ તળાજા પોલીસે કરેલ હતું.

અન્ય સમાચારો પણ છે...