તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:જેસરમાં પોણા બે ઇંચ તળાજામાં 1 ઇંચ વરસાદ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેસરમાં માત્ર એક કલાકમાં 39 મી.મી. વરસાદ, ભાવનગરમાં ભેજવાળો પવન ફૂંકાયો

આજે જેસરમાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે તળાજામાં એક ઇંચ વરસાદ વરસી ગયો હોય સમગ્ર જિલ્લામાં પણ હવે ચોમાસાના આગમનના અેંધાણ જામી રહ્યાં છે. ભાવનગર શહેરમાં પણ આજે બપોર બાદ ઠંડો ભેજયુક્ત પવન ફૂંકાવાનો આરંભ થયો હતો.

જેસર પંથકમાં આજે બપોરના 3 કલાકે એકાએક કાળા ડિબાંગ વાદળો ચડી આવતા એક કલાકમાં 39 એમ એમ વરસાદ વરસાવી દીધો હતો જેસર તેમજ આજુબાજુનાં ગામડામાં પણ સારા એવા વરસાદના સમાચાર છે વરસાદના આગમનથી ખેડૂતોમાં હર્ષની લાગણી થયેલ છે સાથોસાથ સિંગ, બાજરીના પાકો હજુ ઉભા છે તેઓને આ વરસાદથી નુકસાન પણ થયેલ છે હજુ ગરમીનું પ્રમાણ પણ વધારે છે જેથી વરસાદ વધારે આવવાની શક્યતા પણ છે.તળાજામાં પણ આજે મેઘરાજાનું આગમન થયું હતુ અને એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. એક ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ઘડીક ઠંડક પ્રસરી વળી છે.

અન્ય સમાચારો પણ છે...