કોરોના સંક્રમણ:શહેરમાં કોરોના પોઝિટિવનો 1 દર્દી મળ્યો, 5 દર્દી કોરોનામુક્ત

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય વિસ્તાર સંપૂર્ણપણે કોરોનામુક્ત
  • સુભાષનગર​​​​​​​ વિસ્તારમાં 48 વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ જાહેર, શહેરમાં રિકવરી રેઇટ 99.09%

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવનો એક નવો કેસ મળ્યો હતો જ્યારે કોરોનાથી પીડાઈ રહેલા પાંચ દર્દીઓને રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ભાવનગર ગ્રામ્ય વિસ્તાર સંપૂર્ણપણે કોરોનામુક્ત છે.ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં 47 વર્ષના પુરુષને કોરોના ના લક્ષણ દેખાતા તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. શહેરમાં આજે એક સાથે પાંચ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતા હવે શહેરમાં આજે મળેલા એક દર્દી કોરોનાની સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવ ના કુલ 21,884 દર્દીઓ નોંધાયા છે તે પૈકી 21,685 દર્દીઓ કોરોના મુક્ત થઈ ગયા છે. જ્યારે સરકારી ચોપડે આજ સુધીમાં ભાવનગર શહેરમાં કોરોનાથી 198 દર્દીઓના મોત થયા છે. ભાવનગર શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 99.09 ટકા છે. ભાવનગર શહેરમાં ગઈકાલ સુધી 5 દર્દીઓ કોરોનાની સારવામાં હતા પણ આજે આ પાંચેય દર્દીઓ કોરોનામુક્ત કરાયા હતા. પણ એક દર્દી નવા મળતા હવે શહેરમાં એક દર્દી કોરોનાની સારવારમાં છે જ્યારે જિલ્લાના એકપણ ગામડામાં કોરોના દર્દી સારવારમાં નથી.

અન્ય સમાચારો પણ છે...