દુર્ઘટના:શહેરમાં રોજ 1 અકસ્માત, દર બે દિવસે 1નું મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માતમાં પુરુષોનો મૃત્યુદર વધુ : ઓવર સ્પીડીંગ, સોશિયલ મીડિયા, રોંગ સાઈડ મુખ્ય કારણ

જિલ્લામાં અકસ્માતનો રોજનો એક બનાવ સરેરાશ બની રહ્યો છે ઉપરાંત અકસ્માતને કારણે દર બે દિવસે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આ આંકડાઓ ચોકાવનારા છે અને અકસ્માત ઘટાડવા પગલા લેવાતાકી દે જરૂરી છે\nઉત્તરોત્તર વાહનો વધતા સરેરાશ રોજ એક રોડ અકસ્માત અને દર બે દિવસે અકસ્માતના કારણે એક મૃત્યુ થઈ રહ્યું છે. ટ્રાફિક નિયમોનું ઉલંઘન, ડ્રાઇવિંગ લાઇસન્સમાં ભ્રષ્ટાચાર, આડેધડ રસ્તા પર વાહન ચલાવવા, તૂટેલા રસ્તાઓ, હાઈવે પર હેડલાઇટથી આંખો અંજાઈ જવાથી, ઓવર ટેક કરવાથી, રોંગ સાઈડમાં વાહન ચલાવવાના, વિ.કારણોસર અકસ્માતોની સંખ્યા વધી છે.

વાહન અકસ્માતની સંખ્યામાં વધારોનું મુખ્ય કારણ સ્પીડમાં વાહન ચલાવવું, રોંગ સાઈડ પર ચલાવવું અને વાહન ચલાવતા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. કમાવા જતાં લોકોને કામના ભારણના કારણે તેઓ ઉતાવળમાં જે તે જગ્યા પર પહોંચવા માટે દોડધામમાં વાહન હાંકતા અકસ્માતના આંકડા વધી જાય છે. ત્રણ સવારી અને ચાલુ વાહને ફોન પર વાત કરનારની સંખ્યા મેમો આવતા ઘટી છે. અકસ્માતમાં મૃત્યુ દરમાં પુરુષોનો મૃત્યુદર વધુ જોવા મળે છે, જયારે સ્ત્રીનો મૃત્યુ દર ઓછો છે. તેમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.

અકસ્માત ટાળવા શું કરવું જોઈએ ?

  • ડ્રાઇવરની જાગૃતિ જરૂરી
  • દરેક નાગરિક પોતાની જવાબદારી સમજે
  • શાળા-કોલેજોમાં જઈ ટ્રાફિક જાગૃતિ અંગે શિક્ષણના સેમિનારો યોજવા
  • જ્યાં અકસ્માત થવાની સંભાવના વધુ હોય ત્યાં ચેતવણીના બોર્ડ લગાવવા
  • ઓવર સ્પીડ નિવારવા સ્પીડ ગનનો ઉપયોગ
અન્ય સમાચારો પણ છે...