કોરોના અપડેટ:હાદાનગર અને ભરતનગરમાં કોરોના પોઝિટિવના 1-1 દર્દી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર કે ગ્રામ્યમાં સ્વાઇન ફ્લૂમાં નવો કેસ નહીં
  • શહેરમાં હાલ કોરોના પોઝિટિવની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા વધીને સાત થઇ ગઇ

ભાવનગર શહેરમાં દિવાળીનું પર્વ નજીકમાં છે ત્યારે કોરોનાના રોજ એકાદ-બે કેસ મળી આવે છે. આજે શહેરમાં કોરોના પોઝિટિવના બે નવા કેસ નોંધાયા હતા જેથી ભાવનગર શહેરમાં હાલ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 7 થઇ ગઇ છે. જ્યારે આજે ભાવનગર શહેર કે ગ્રામ્ય કક્ષાએ સ્વાઇન ફ્લૂનો એક પણ નવો કેસ મળ્યો ન હતો. ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના નવા બે કેસ નોંધાયા હતા. જેમાં હાદાનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાનને કોરોનાના લક્ષણો જણાતા તેમનો કોરોનાનો ટેસ્ટ કરાતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા.

ભાવનગર શહેરમાં જ ભરતનગર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાતા તેમનો કોરોનાનો ટેસ્ટ કરાતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,875 દર્દીઓ નોંધાયા છે તે પૈકી 21,670 કોરોનામુક્ત થઇ ગયા છે અને 198ના સરકારી ચોપડે મોત થયા છે જ્યારે સાત દર્દીઓ હાલ સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...