પશ્ચિમ રેલવેનો 67મો રેલ સપ્તાહ એવોર્ડ સમારોહ ભાવનગરના ચર્ચગેટ ખાતે યોજાયો હતો. સમારંભમાં, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલ અને તેમની ટીમને સ્વચ્છતા અને સલામતીમાં વધુ સારી કામગીરી કરવા બદલ બે આંતર-મંડળીય કાર્યક્ષમતા શિલ્ડ અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત જનરલ મેનેજરે વર્ષ 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ડિવિઝનના બે અધિકારીઓ અને 10 રેલવે કર્મચારીઓને રોકડ પુરસ્કાર, પ્રશસ્તિ-પત્ર અને મેડલ આપીને સન્માનિત કર્યા હતા.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે માહિતી આપી હતી કે, આ વર્ષે ડિવિઝનને બે શિલ્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. જેમાં પ્રથમ શિલ્ડ અમદાવાદ ડિવિઝન સાથે સંયુક્ત રીતે વાણિજ્ય વિભાગને સ્વચ્છતા ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ અને બીજી શિલ્ડ રાજકોટ ડિવિઝન સાથે સંયુક્ત રીતે સલામતી ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ સંરક્ષા (Safety) વિભાગને આપવામાં આવી છે.
બાબુ અગસ્ટીન (સહાયક કાર્મિક અધિકારી), નરેશ વી. વર્મા (સહાયક પરિચાલન પ્રબંધક) અને પ્રદીપ એમ. મણિયાર (સીનિયર એસઓ), તનવીર એ. એસ. (ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર), જોશી પાર્થ કુમાર (જુનિયર ઈજનેર/ઈલેક્ટ્રીક), નરેશ જી. ભટ્ટ (સીનિયર ટેકનિશિયન), સંદીપ ચૌર (સીનિયર સેક્શન ઈજનેર), રાણા લક્ષ્મણ (TM-II), રાજેન્દ્ર કુમાર રાઠોડ (PA to DRM), સંદીપ કુમાર શર્મા (એસએમ), દિનેશ ચંદ મીણા (પોઇન્ટ્સ મેન) અને નવનીત કુમાર (સીનિયર સેક્શન ઈજનેર) જીએમ એવોર્ડ (GM Award) મેળવવાનું ગૌરવ ધરાવે છે. ડીઆરએમ મનોજ ગોયલ અને એડીઆરએમ સુનીલ આર. બારાપાત્રે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.