તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પરાજયના પંથે:ચાર મહિના બાદ શહેરમાં કુલ 9976 પોઝિટિવ બાદ 0 કેસ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98 ટકાને આંબવા આવ્યો
  • ભાવનગર ગ્રામ્યમાં એક પોઝિટિવ કેસ, 68 દર્દીઓ થયા કોરોનામુક્ત, એક્ટિવ દર્દીની સંખ્યા 144 થઈ

ભાવનગર શહેરમાં આજ ચાર મહિના બાદ એવો દિવસ આવ્યો કે કોરોનાપોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નહીં. ગત તા.12 ફેબ્રુઆરીએ શહેરમાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને ત્યાર બાદ તો કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યા બાદ હવે ચાર મહિનાના સમયગાળા બાદ અને શહેરમાં કુલ 9,965 નવા કેસ નોંધાયા બાદ આજે છેલ્લાં 24 કલાકમાં શહેરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે ગ્રામ્ય કક્ષાએ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. એકેય મોત નોંધાયું નથી.

સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં 21,376 પોઝિટિવ કેસ નોંધાયા તે પૈકી 20,939 દર્દીઓ સાજા થઇ જતા જિલ્લા કક્ષાએ કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેઇટ વધીને 97.96 ટકા એટલે કે લગભગ 98 ટકાને આંબવા આવ્યો છે. હવે જો આવી જ સ્થિતિ રહેશે તો એ દિવસ દુર નથી કે જ્યારે સમગ્ર શહેર-જિલ્લામાં એક પણ નવો કેસ નહીં મળે.

ભાવનગર શહેરમાં આજે 54 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 36 પુરૂષ અને 18 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ આજે એક નવો કેસ નોંધાયો તેની સામે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 9 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. શહેરમાં હાલ 57 અને ગ્રામ્ય કક્ષાએ 87 મળીને કુલ 144 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

1 સપ્તાહમાં પોઝિટિવ કેસમાં 3.5 ગણો ઘટાડો
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 160 કેસ નોંધાયા હતા તે આ સપ્તાહે ઘટીને 46 થઇ જતાં એક જ સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસમાં સાડા ત્રણ ગણો નોંધપાત્ર ઘટાડો થતા હોસ્પિટલો પણ નોંધપાત્ર પ્રમાણમાં ભારણ ઘટ્યું છે. ગત તા.5 મેના રોજ સમગ્ર જિલ્લામાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેઇટ ઘટીને 69 ટકા થઇ ગયો હતો તે એક માસમાં 28.96 ટકા જેટલો વધીને 97.96 ટકા થઇ ગયો છે.

શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.45 ટકા
શહેરમાં રિકવરી રેઈટ વધવા લાગ્યો છે. શહેર કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 13,976 નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 13,760 દર્દીઓ કોરોના સામે જંગ જીતતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.45 ટકા થયો છે. જે સારા સમાચાર છે. ગ્રામ્ય કક્ષાએ કોરોનામાં રિકવરી રેઈટ 97 ટકાથી વધી ગયો છે.

35 દિવસમાં 4357 એક્ટિવ દર્દી ઘટ્યા
ગત તા.5 મેના રોજ સમગ્ર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 4501 થઇ ગયેલી તે આજે ઘટીને 144 થઇ જતા 35 દિવસમાં એક્ટિવ દર્દીની સંખ્યા 4357 ઘટી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...