કચેરીમાં અનેક કેસો લાંબા સમયથી પેન્ડિંગ:મહુવામાં સિટી સર્વ કચેરીમાં નવા મહેકમના અમલીકરણમાં શૂન્ય

મહુવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં 20 વર્ષથી સિટી સર્વે કચેરીમાં સુપ્રીન્ટેન્ડેન્ટની જગ્યા ખાલી, 50 ટકા વિસ્તારમાં સર્વે જ થયો નથી

મહુવા સિટી સર્વે કચેરીનું મહેકમ 2001માં કરકસરના સરકારે પગલા લેતા ચાલ્યુ ગયેલ અને ફરી 2015માં મહેકમ મંજુર થયેલ પરંતું 14 વર્ષના વનવાસ પછી પણ 7 વર્ષ પસાર થયા પછી પણ મહેકમ ફાળવવામાં આવેલ ન હોય ઓન લાઇન શું? ઓફ લાઇન પણ સનદ મેળવવા મહુવા શહેર અને તાલુકાના લોકોને કલેકટર સમક્ષ દાદ માગ્યા પછી પણ કોઇ કામગરી થતી ન હોવાની બુમરાણ ઉભી થવા પામી છે.મહુવા સિટી સર્વે કચેરીમાં 2001 પછી સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ઉપર કોઇ કાયમી અધિકારીની નિમણુંક થઇ નથી માત્ર સમયાંતરે ઇન્ચાર્જ અધિકારી થી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.

આ ગાડુ પણ મહિનામાં એકવાર દેખાય છે.મહુવા શહેરની 50 ટકા જેટલી બિન ખેતી જમીનનું સીટી સર્વે થયું નથી. એટલુ જ નહીં નગરપાલીકાએ વેચાણ આપેલ પ્લોટો પણ આજ સુધી સિટીસર્વેના રેકોર્ડ ઉપર ચડ્યા નથી. મહુવા સીટી સર્વે ઓફિસમાં રીમાન્ડ થયેલા કેસો હાલ 50 જેટલા પેન્ડીંગ છે. જે કેસોના ઠરાવો થયા છે. પરંતુ ઠરાવ લખાયા બાદની કોઇ કામગીરી થઇ ન હોય મોટા ભાગના કેસો અધ્ધરતાલ છે. મહુવા નગરપાલિકા વિસ્તાર 50 ટકા જેટલો વિસ્તારમાં સર્વે,માપણી,હક્ક ચોકસાઇની કોઇ કામગીરી થઇ નથી એટલે ડેટા એન્ટ્રીનો તો પ્રશ્ન અ સ્થાને છે.

મિલ્કત ધારકો મિલ્કતની નોંધણી માટે છેલ્લા 7-8 વર્ષથી કાયમી અધિકારી વિહોણી સીટી સર્વે કચેરીમાં ધરમ ધક્કા ખાય છે. મહુવાના મિલ્કત ધારોકની વારસા હક કે લે-વેચ બાદ સીટી સર્વે કચેરીમાં નોંધ પડતી નથી. સિટી સર્વે નંબર વિના નગર પાલિકા બાંધકામની મંજુરી આપતી નથી. બેંક લોન આપતી નથી કે પ્લોટના વિભાજન થતાં નથી. આથી મહુવાના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. ઉપરાંત 1500 થી 2000 મિલ્કતો 1975-76માં સરકારી ઠરાવેલ જે પ્રશ્ન પણ આજ સુધી લટકતો છે. તેમજ 1975-76 બાદ નવી કોઇ કામગીરી કે ઇન્કવાયરી કરવામાં આવી નથી.

કચેરીમાં કમ્પ્યૂટર માત્ર શોભાના ગાંઠિયા
મહુવા સિટી સર્વે કચેરીમાં કમ્પ્યૂટર રૂમ છે પરંતુ તમામ કામ મેન્યુઅલી થાય છે.કમ્પ્યૂટર શોભાના ગાંઠિયાની જેમ ઓફિસની શોભા વધારે છે. કમ્પ્યૂટર ઉપર કોઇ કામ કરતું નથી. કમ્પ્યૂટર-ફોટો કોપી મશીન બંધ હાલતમાં છે.

અસરકારક રજૂઆતના અભાવે કોઇ પરિણામ નહી

મહુવાના સિટી સર્વેના પ્રશ્નો અંગે કોઇ સંગઠનો દ્વારા આંદોલાત્મક કામગીરી કે પરિણાત્મક રજૂઆત રાજ્ય સરકારમાં કરવામાં આવી ન હોય મહુવા સીટી સર્વેના પ્રશ્ન ઘણા વર્ષોથી અદ્ધરતાલ હોય રાજકીય, સામાજિક અને વેપારી સંગઠનો ઉપરાંત બાર એસોસીએશન આ બાબતે ઘટતા પગલા ભરવા જોઇએ તેવી નગરજનોમાં માંગ ઉભી થવા પામી છે તેમજ નાયબ નિયામક દ્વારા મહુવા સીટી સર્વે કચેરીને ઓચિંતી મુલાકાત લઇ કચેરીની અનિયમિતતા અને પેન્ડીંગ કામની માહિતી મેળવી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવે તેવા હુકમો થવા લોકોમાં માંગ ઉભી થવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...