મહિલા:મહિલા સંગઠનોએ રૂ. 2.50 કરોડની બચત કરી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના 700 મહિલા સંગઠનના 1200 જેટલી મહિલાઓની ઉપસ્થિતિ
  • કળસાર ખાતે મહિલા દિન આવે છે ત્યારે અનોખી ઉજવણીમાં સિદ્ધિવંત મહિલાઓનું સન્માન કરાયુ

પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લી.- મુંબઈના સહયોગથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રેરિત આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કળસાર ખાતે કરવામાં આવી હતી. પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા રોજગારી મળી રહે તેવા હેતુથી સંગઠનની શરૂઆત પ્રથમ કળસારથી 10 મહિલા સાથે શરૂ કરેલ અને આજે મહુવા, તળાજા, સાવરકુંડલા, ભાવનગરમાંથી કુલ 700 સંગઠનો અને તેમા 7000 હજાર મહિલાઓ કાર્યરત છે. જેમાં 41 જેટલા ગ્રામ સંગઠનો પણ છે. સંગઠનો દ્વારા વિવિધ ક્ષેત્રે આર્થિક ઉપાર્જન કરી રૂ.2 કરોડ 50 લાખ બચત કરેલ છે. તથા સરકાર તરફથી રૂ.1 કરોડ 85 લાખ ફંડ મળેલ છે.

કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ મહિલા સંગઠનની મહિલા સંગીતાબેન પટેલ એ મહિલા મંડળના કાર્યોની રૂપરેખા રજુ કરતા જણાવેલ કે સંગઠનની મહિલાઓને બાળકોને ભણાવવા માટે સ્કુલ ફી હોય કે આર્થિક જરૂરીયાત હોય ત્યારે આ ફંડમાંથી તાત્કાલિક લોન આપી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ડો. જી.કે. શુકલાએ જણાવેલ કે આજની મહિલા દરેક ક્ષેત્રમાં કાર્યરત છે. કલેકટર ડી.કે. પારેખ અને ડીડીઓ પ્રશાંત જીનોવાએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલા સંગઠનોનું ઉત્તમ કામગીરી કરવા બદલ સરકાર દ્વારા પ્રશસ્તિ પત્ર આપી ઉપસ્થિતત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવેલ હતુ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત સરકારના વરિષ્ઠ કક્ષાના અધિકારીઓ, એ.પી.એમ.સી.ના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન મકવાણા, ટીડીઓ સહિત અન્ય મહેમાનો તથા વિવિધ એનજીઓ તેમજ 700 મહિલા સંગઠનના 1200 જેટલી મહિલાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...