પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લી.- મુંબઈના સહયોગથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસાર ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ-2023 નિમિત્તે તા.4ને શનિવારે ઉજવણી કરવામાં આવશે. સંસ્થા દ્વારા ભાવનગર જીલ્લામાં કુદરતી અને માનવ સંસાધન વિકાસની વિવિધ પ્રવૃતિઓ જેવી કે ખેતીવાડી વિકાસ, સ્વચ્છતા વગેરે કાર્યક્રમમાં 150 ગામોની 1500 મહિલાઓ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. સંસ્થા દ્વારા છેલ્લા 5-6 વર્ષથી મહિલા દિવસ નિમિત્તે ગ્રામિણ મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વિવિધ વિભાગ અને NGO સાથે મળીને વધુ સંખ્યામાં મહિલાઓને સામેલ કરવામાં આવે છે. આ વર્ષે 1500 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહેશે.
હાથથી બનાવેલા ખાખરા એકમો, લાકડાના રમકડાના એકમો, સોલાર ખાદી યુનિટ, અથાણાના એકમ, એલોવેરા જયુસ, આમળાનો રસ, મધ અને હેન્ડ સેનિટાઇઝર યુનિટ, બેકરી યુનિટ, બનાના વેફર યુનિટ, બાયો ફર્ટિલાઇઝર યુનિટ, સીવીડ ફર્ટિલાઇઝર યુનિટ સહિત 20 થી વધારે નાના ઉદ્યોગો છે. કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ, વિવિધ મીની બિઝનેસ લાઇવ સ્ટોલ, સેલ્ફી બુથ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લોકસંગીતની ધૂન પર મહિલાઓ રાસ ગરબા, કલા સ્પર્ધામાં યોજાશે. તેમજ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન મહિલાઓએ કરેલ મહેનત માટે તેમનું સન્માન કરવામાં આવશે.
મહિલાઓ માટે આવક મેળવે તેવી પ્રવૃત્તિઓ
સંસ્થાની મહિલા પહેલને મજબુત બનાવી વિવિધ ફાઉન્ડેશનો જેવા કે TKF, GNS અને GDM દ્વારા સમગ્ર ભાવનગર અને અમરેલી જિલ્લામાં ચલાવવામાં આવે છે જેમાં રચાયેલા 740 જેટલા SHG દ્વારા 7500 જેટલા સેલ્ફ હેલ ગ્રુપ મહિલાઓ સાથે કામ કરી રહ્યા છે.1400 થી વધુ મહિલાઓ વ્યક્તિગત આવક પેદા કરતી પ્રવૃત્તિઓ ઇમિટેશન જવેલરી શોપ, ફુડ સ્ટોલ, પશુધનની ખરીદી, સિલાઇ મશીન, કપડાની દુકાન, કૃષિ સાધનોની ખરીદી, ટ્રેકટર જેવા સાધનોની ખરીદી વગેરેમાં રોકાયેલી છે જેના દ્વારા તેઓ નિયમિત આવક મેળવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.