ખાડા રાજ:નેશનલ હાઈવે રોડ બનાવવાની કામગીરી ક્યારે પુરી થશે? વૈકલ્પિક રસ્તામાં પર મસમોટા ખાડા

મહુવા (ભાવનગર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરથી દ્વારકા સુધીનો નેશનલ હાઈવે રોડ બનાવવાની મંજૂરી સરકાર દ્વારા આપેલી છે. પરંતુ આ રોડનું કામ હજી સુધી પૂરું થયેલ નથી. જેના કારણે મહુવાથી કિલોમીટર દૂર આવેલ બાયપાસ રોડ નેશનલ નંબર આંઠ કાઢેલો છે. આ રોડની હાલત અત્યંત ખરાબ છે. રસ્તા પર મોટા મોટા ખાડા તેમજ રોડની એક સાઈટ બંધ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તંત્રની કામગીરીથી ત્રાસી ગયા છે. આ રોડને સમારકામ તત્કાલ કરે એન મસમોટા ખાડા જલ્દીથી પુરવામાં આવે જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી વેઠવી ના પડે અને નુકસાનીનો ભોગ ના બને. રસ્તા પરના ખાડાઓને લીધે અનેક વખત લોકો અકસ્માતનો ભોદ બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...