બે વર્ષથી જર્જરીત હાલત:કળસાર ગામની કન્યાશાળાના રૂમમાંથી પાણી ટપકતું હોય શિક્ષણ કાર્ય થયું ઠપ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીપેરીંગ માટે ટેન્ડર બહાર પડયુ, કોઈ કામગીરી ન થઇ
  • કન્યાશાળામાં પાણી પડતા વિદ્યાર્થીઓને ચાલુ સ્કૂલે રજા આપી દેવાઈ

મહુવાના કળસાર ગામે કન્યા પ્રાથમીક શાળાના રૂમમાંથી પાણી ટપકતું હોવાથી વિદ્યાર્થીઓ હેરાનગતિ ભોગવી રહયાં છે. ગઇકાલે પડેલા સારા વરસાદને કારણે વિદ્યાર્થીઓ બેસી શકે તેમ ન હોવાથી રજા આપી દેવામાં આવી હતી. શાળામાં કુલ દસ સિન્ટેકસના રૂમ છે જેમાં 8 કલાસરૂમ અને 1 ઓફીસ અને સ્ટોર રૂમ દરેક રૂમમાં પાણી પડે છે.

શાળા છેલ્લા બે વર્ષથી જર્જરીત હાલતમાં છે.બે વર્ષ પહેલાં રીપેરીંગ માટે ટેન્ડર બહાર પડેલ પરંતુ કોઇ કામગીરી ન થતા સામાન્ય વરસાદમાં દરેક રૂમમાંથી પાણી પડી રહ્યું છે. કન્યાશાળામાં પાણી પડતા વિદ્યાર્થીઓને ચાલુ સ્કૂલે રજા આપી દેવામાં આવી હતી.આ પાણી જ્યારે પડતું હતું ત્યારે તાલુકા પંચાયતના ટીડીઓ પણ સરકારી કાર્યક્રમમાં શાળાએ હાજર હતા.

છેલ્લા બે વર્ષથી આ રૂમ જર્જરીત હાલતમાં છે. ભાવનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિની આ કન્યા અને કુમારશાળામાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની પણ વ્યવસ્થા પણ નથી દૂર દૂર સુધી પાણી પીવા જવું પડતુ હોવાનું કળસાર ગામના પૂર્વ તાલુકા સદસ્ય અને પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાજાએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...