કોરોના ઇફેક્ટ:કોરોનાનું સંક્રમણ વધતા મહુવામાં લાગુ થશે સ્વૈચ્છિક લોકડાઉન

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બજારો ખુલ્લી રાખવાનો સમય નક્કી કરાશે
  • મહુવામાં ચેમ્બર ખાતે જુદા જુદા વેપારી એસો.ના પ્રતિનિધિઓની આજે બેઠક મળશે

મોટા શહેરોમાં જે રીતે સ્વૈચ્છિક લોકડાઉનનું આયોજન જાહેર થયેલ છે. તે જ રીતે મહુવામાં કોરોના સંક્રમણને વધતુ અટકાવવા વેપારીઓ આગળ આવી નિર્ણય લેવાની તૈયારીમાં છે.મહુવામાં મંગળવારથી જુદી જુદી બજારો સવારે 8 થી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવશે.

મહુવામાં આવતીકાલ તા.6/7ને સોમવારે સાંજે 5 કલાકે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે મહુવાના તમામ વેપારી એસોસીએશન તેલ, ગોળ, ખાંડ, કરિયાણા, પાન મસાલા સોપારી, સોની મહાજન, કટલેરી, કાપડ વિગેરેના પ્રતિનિધિઓની મિટીંગ મળશે. જેમાં મહુવાના મામલતદાર, પી.આઇ.ને રજૂઆત કરી આગામી તા.7/7ને મંગળવારથી બજારો સવારે 8 થી બપોરે 2 કલાક સુધી સમસ્ત મહુવાની બજાર ખુલ્લી રાખી ત્યારબાદ સ્વૈચ્છીક લોકડાઉન રાખવાનું નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...