વિરોધ:ગુંદરણા પાસે બગડ ડેમના ટેન્ડરનો ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ગુંદરણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરીંગમાં ગેરરીતિની શકયતાથી પ્રક્રિયા અટકાવવા માંગ
  • સાક્ષી તરીકે ખોટા નામ દર્શાવી ટેન્ડર પ્રક્રિયા પુરી કરાઇ હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો

મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલા બગડ ડેમના ટેન્ડરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.આ ટેન્ડર પ્રક્રિયામાં સાક્ષી તરીકે ખોટા નામ દર્શાવી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હોવાનો આક્ષેપ કરાયો હોય આ પ્રક્રિયા તાત્કાલિક અટકાવવા ખેડૂતો દ્વારા માંગ કરાઇ છે.

ગુંદરણા ગામ પાસે આવેલ બગડ ડેમના તા.19-3-21ના એક કરારનામું બનાવી રૂપિયા.4,95,800નુ એક ટેન્ડર વહીવટી મંજૂરીથી ખેડૂતોની સિંચાઈ મંડળ મારફતે કામ કરવા માટે આપવામાં આવેલ છે અને તેની તાંત્રિક મંજુરી તા.25-3-21ના આપવામાં આવેલ એકરારનામું કાર્યપાલક એન્જિનિયર ભાવનગર તથા નાયબ કાર્યપાલક સિંચાઇ પેટા વિભાગ મહુવાની હાજરીમાં સાક્ષી તરીકે મધુભાઈ નાજાભાઈ કામળિયા તથા નાનજીભાઈ રામભાઈ કામળિયાની હાજરીમાં આ કરારનામું બનાવવામાં આવેલ હોવાનું જણાવાયું છે પરંતુ આ બાબતે માધુભાઇ તેમજ નાનજીભાઇએ વિરોધ સાથે આક્ષેપ કર્યો છે કે અમારા સાક્ષી તરીકેના ખોટા નામ દર્શાવી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.

આ હકીકત જાણવા મળ્યા બાદ આજુબાજુના ખેડૂતો તથા લોકોએ જિલ્લા રજીસ્ટાર ભાવનગરને તા.15-11-21ના જાણ કરેલ તેમજ તા.16-12-21ના મહુવા પ્રાંત અધિકારીને જાણ કરેલ છતાં કોઈપણ જાતની કાર્યવાહી થયેલ નથી આ ટેન્ડરની પ્રક્રિયામાં થયેલ ગેરરીતી તાત્કાલિક ધોરણે અટકાવવા યોગ્ય કરવા ખેડૂતોની માંગ છે.આ સંદર્ભે ગુંદરણા ગામે એક મિટીંગ મળી હતી આ મીટિંગમા ડો.કનુભાઈ કલસરીયા તથા તાલુકા પંચાયતના સદસ્ય મયુરભાઈ કામળિયા તથા રામભાઈ જે કામળિયા તથા ભીખુભાઈ કામળીયા તથા અન્ય આગેવાનો તથા ખેડૂતો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...