મહુવા તાલુકાના નૈપ ગામમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિકાસલક્ષી કામોનું આજદિન સુધી કોઇ નિરાકરણ ન આવતા ગામના ઇન્ચાર્જ સરપંચ સહિત ગામ લોકોએ ટીડીઓને આવેદનપત્ર પાઠવી તાકીદે ઉકેલ લાવવા માંગ કરી છે.
મહુવા તાલુકાના નૈપ ગામમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિકાસલક્ષી કામોનો આજદિન સુધી કોઇ નિરાકરણ ન આવતા ગામના ઇન્ચાર્જ સરપંચ વિજયભાઇ મકવાણા તથા વિજયભાઇ બારૈયા અને ગામ લોકોએ ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. નૈપ ગામમાં પાણી માટે વિકટ પ્રશ્ન ઉભો થવા પામેલ છે.
વડલી પમ્પીંગ સ્ટેશનથી પાણી વિતરણમાં નૈપ ગામ સૌથી છેલ્લુ હોય આ લાઇનમાં બિનકાયદેસર કનેકશન લઇ પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેથી ગામને પાણી ઓછુ અને અનિયમિત મળે છે. આ પ્રશ્ને જવાબદાર કચેરીને તથા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરેલ હોવા છતા આજદીન સુધી કોઇ ઉકેલ આવેલ નથી.
નિકોલ બંધારાથી કળસાર બંધારાને જોડતી સ્પ્રિડીંગ કેનાલ નૈપમાંથી પસાર થયેલ છે. જેથી ખેડુતોને આવવા જવા માટે નાળુ ન હોય બે કી.મી. ફરીને જવુ પડતુ હોય હેરાનગતિ ભોગવી રહ્યા છે જે અંગે નૈપ ગ્રામ પંચાયત દ્વારા અનેકો વખત જવાબદાર અધિકારીઓને અરજી કરેલ હોય તેમ છતા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.
બ્લોક એસ્ટીમેન્ટ મોકલાયાને પણ બે વર્ષ થયા
કાર્યપાલક ઇજનેરની કચેરી ભાવનગર દ્વારા માધ્યમિક શાળાના બાંધકામ માટે રૂ.2 કરોડ 86 લાખ જેવી રકમમાં અંદાજો તથા નકશા બનાવેલ. જે માંગણી સંયુક્ત શિક્ષણ નિયામક કમિશ્નર શાળાઓની કચેરી, ગાંધીનગર બજેટમાં નવા બાંધકામની જોગવાય માટે બ્લોક એસ્ટીમેન્ટ મોકલી આપેલ છે. જેને બે વર્ષ ઉપર થયા હોવા છતા રાજય સરકાર દ્વારા આ માંગણી પ્રત્યે કોઇ પગલા લેવામાં આવેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.