રખડતાં ઢોરનો ત્રાસ:બે આખલા બાઝતાં અડધો કલાક સુધી ટ્રાફિક જામ; લોકોએ પથ્થર-લાકડીઓ મારી છોડાવ્યા

મહુવા (ભાવનગર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાના ગાંધીબાગ વિસ્તારમાં બે આખલા બાખડતાં રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બપોરમા સમયે આખલા ઝઘડતાં 30થી 35 મિનિટ સુધી ટ્રાફિક સર્જાયો હતો. આ ઘટનાના પગલે રસ્તા પર જતા લોકોને પણ હાલાકી ભોગવી પડી હતી. પોતાના કામે નીકળેલા રાહદારીઓને રસ્તા પર રાહ જોની પડી હતી. જ્યારે વિસ્તારની આજુબાજુના દુકાનદારો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.

લોકોએ પથ્થર મારી ઝઘડતાં આખલાઓને છોડાવ્યા
રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ માટે ઘણા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ આ અભિયાન માત્રને માત્ર ભાષણ અને કાગળ ઉપર જ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. આવા જાહેર માર્ગ પર ભારે સંખ્યામાં લોકોની અવરજવર થતી રહે છે. ત્યાં બે આખલા બાઝતાં હોય ત્યારે લોકોએ પોતાની સલામતી કઈ રીતે કરવી? પરંતુ સરકાર માટે આ વિષય કોઈ ચિંતાનો નથી! બાઝતાં આખલાઓ છોડાવવા માટે સ્થાનિક લોકો તેમજ દુકાનદારોએ ભારે જહેમત કરી હતી. આખલાઓને છેવટે પથ્થર અને લાકડીઓ મારતા તેઓ ઝઘડતાં બંધ થયા અને છૂટ્યા પડ્યા હતા. ત્યારબાદ સર્જાયેલો ટ્રાફિક જામ દૂર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...