તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્કાજામની ચિમકી:મહુવામાં ડોકટર સ્ટ્રીટવાળા રોડના પ્રશ્ને વેપારીઓ કરશે આંદોલન

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવાર સુધીમાં રિપેર નહીં થાય તો ચકકાજામની ચિમકી

મહુવાનો ડો.સ્ટ્રીટવાળો રોડ છેલ્લા એક માસથી ખખડધજ હાલતમાં હોય સોમવાર સુધીમાં રીપેર કરવામાં નહી આવે તો ડોક્ટર સ્ટ્રીટના વેપારીઓ રોડ રોકો આંદોલન હાથ ધરશે.

મહુવાના વાછરડાવીર થી વાસીતળાવ સુધીના ડોકટર સ્ટ્રીટ નામે ઓળખાતો રોડ સાંકડો છે. આ રોડ ઉપર વારંવાર ચક્કાજામ સર્જાય છે. આ રોડ ઉપર ગેસ પાઇપ લાઇન પાથરવા એક માસ પહેલા ખોદાણ થતા રોડ સાંકડો હતો અને વધુ સાંકડો થયો. રોડ ઉપર બે-પાંચ ફુટે બે-ચાર ફુટના ખાડાની હારમાળા સર્જાયેલી હોય રાહદારીઓ ખાસ કરીને સીનીયર સિટીજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બે-ત્રણ સિનિયર સિટીઝન પડયા હોવાથી ઇજા થવાથી હોસ્પિટલ ખસેડવાના બનાવો પણ બન્યા છે.

મહુવા નગરપાલિકાએ ગેસ કંપની પાસેથી એક કરોડ ઉપરાંતની રકમ રોડ તુટે તેના બદલામાં મેળવી, પરંતુ તુટેલો રોડ રીપેર કરવાની દરકાર નગરપાલિકાએ લીધી ન હોય નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. આથી મહુવા-તળાજા રોડ રીપેર કરવા ચક્કાજામ કરવામાં આવેલ તે જ રીતે ડોક્ટર સ્ટ્રીટ રોડ સોમવાર સુધીમાં રીપેર કરવામાં નહી આવે તો ડો.સ્ટ્રીટના વેપારીઓ રોડને બન્ને બાજુમાં ચક્કાજામ કરે તેવો નિર્ણય લીધો હોવાનુ બહાર આવવા પામેલ છે.

આ રોડ ઉપર થી જ મહુવાની નામાકીંત સંઘેડીયા બજાર, સોની બજાર, દરબારગઢ, શાકમાર્કેટ, એસ.બી.આઇ. તેમજ ખીમનાથ મહાદેવ મંદિર, સામુદ્રીમાતા મંદિર, જૈન મંદિર, વાછરડા વિર મંદિર, રાજ રાજેશ્વર મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર, જુમ્મા મસ્જીદ, ગોપનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ આ રોડનો જ ઉપયોગ કરતા હોય સાંકડા રોડને કારણે ટ્રાફિક મુશ્કેલીઓ અવાર – નવાર સર્જાતી હોય જ છે. તેમા રોડ ઉપરના ખોદાણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હોય છે.

અન્ય સમાચારો પણ છે...