સન્માન સમારોહ:મહુવામાં પારેખ હાઇસ્કુલમાં ત્રિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન

મહુવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સન્માન સમારોહ તથા ઓડીયો વિઝયુઅલ કાર્યક્રમ
  • મહુવા કેળવણી સહાયક સમાજ તથા હરકિશન મહેતા ફાઉન્ડેશન મુંબઇ પ્રેરીત કાર્યક્રમમાં આશા પારેખનું કરાશે સન્માન

મહુવા કેળવણી સહાયક સમાજ તથા હરકિશન મહેતા ફાઉન્ડેશન મુંબઇ પ્રેરીત જે.પી. પારેખ હાઇસ્કુલ મહુવાના પટાંગણમાં વ્યાખ્યાનમાળા, સન્માન સમારોહ તથા ઓડીયો વિઝયુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

મહુવા કેળવણી સહાયક સમાજ તથા શ્રી હરકિશન મહેતા ફાઉન્ડેશન મુંબઇ પ્રેરીત તા.18ને બુધવારે સાંજે 5 કલાકે જે.પી. પારેખ હાઇસ્કુલમાં પુ. મોરારીબાપુની પાવક ઉપસ્થિતિમાં વ્યાખ્યાનમાળા, સન્માન સમારોહ તથા ઓડીયો વિઝયુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મહુવા કેળવણી સહાયક સમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં પુ.મોરારીબાપુના વરદ્ હસ્તે દિપ પ્રાગટય તથા આશિવર્ચન પાઠવશે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત થયેલ એવા આશા પારેખ (પદ્મશ્રી) ખાસ ઉપસ્થિત રહેશે. સંસ્થા દ્વારા આશા પારેખનું સન્માન કરવામાં આવશે.

હરેશભાઇ ધોળકીયા આધુનિકતા અને સમાનતાનો સમન્વય વિશે વ્યાખ્યાન આપશે. પદ્મશ્રી આશા પારેખની સુરીલી યાદોનું ઓડીયો વિઝયુઅલ પ્રસ્તુતી રજનીભાઇ મહેતા કરશે. કાર્યક્રમમાં રજનીભાઇ મહેતા તથા તુષારભાઇ હરકિશનભાઇ મહેતા વિશેષ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...