ભાગદોડ:મહુવા સરકારી જનરલ હોસ્પિ.માં ખુંટીયો ઘુસી જતા ભાગદોડ મચી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડ્ડો જમાવી રોડને જામ કરી બેસી રહેતા પશુઓનો ત્રાસ

મહુવા શહેરમાં કાયમી ધોરણે રખડતા ઢોર ખાસ કરીને ખુંટીયાના ત્રાસથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. દિન પ્રતિદિન ખુંટીયાઓનો ત્રાસ વધતો જાય છે. જેમાં આજે એક ખુંટીયો જનરલ હોસ્પિટલમાં ધુસી ગયેલ. મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરને ખુંટીયા મુક્ત કયારે કરશે ? નગરજનો રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત થતા નથી.

મહુવાની સરકારી જનરલ હોસ્પિટલમાં આજે એક ખુંટીયો ઘુસી જતા ભારે ભાગદોડ મચી હતી. ખુંટીયાએ હોસ્પિટલમાં ઘુસી લેબોરેટરી સહિતના વિભાગો સુધી લટાર મારી હતી. દર્દીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવશે ? તેવો પ્રશ્ન આમ જનતામાં ઉભો થવા પામેલ છે.

કાયદેસરના પગલા ભરવા નાગરીકો મજબુર બનશે
રખડતા ખુંટીયા અને ઢોર પકડવા બાબતે જિલ્લા કલેકટર દ્વારા આદેશો થવા છતા નગરપાલિકા દેખાડો કરવા પુરતા આખલાઓને પકડી પાંજરાપોળમાં મોકલી આપે છે. પરંતુ શહેરને રખડતા ખુંટીયાઓથી મુક્ત કરવા કોઇ ગંભીર પગલા લેવામાં ન આવતા આવા માતેલા સાંઢ જેવા આખલાઓ લોકોને ઢીકે ચડાવી ઇજા પહોચાડે છે આથી હવે નગરજનોએ પણ રખડતા ઢોરથી ઇજા પાછળ થયેલ ખર્ચનુ વળતર નગરપાલિકા પાસે વસુલ કરવા અને માનસિક ત્રાસ અને શારીરિક પીડાનુ વળતર મેળવવા કાયદેસરના પગલા ભરવા નાગરીક મજબુર બને તે પહેલા નગરપાલિકાએ ઢોર પકડવા ખાનગી કંપનીને ઇજારો આપવો તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...