કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર:મહુવાના બગદાણામાં માવઠું પડતાં પાક બગડવાની ભીતિ, ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો

મહુવા (ભાવનગર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ક્યાંક બરફના કરા પડી રહ્યા છે તો ક્યાંક ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયું છે. ત્યારે મહુવા તાલુકાના બગદાણા ગામે આજે બપોરે જ વાતાવરણમાં અચાનક પલટાયું હતું. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદી માહોલના કારણે રોડ પરથી પણ પસાર થવું મુશ્કેલ પડી ગયું હતું. ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો હતો.

આ વિસ્તારમાં આગાહી અનુસાર માવઠું પડતા ખેડૂતોમાં તે ચિંતાનો વિષય બની ચૂક્યો છે. કારણ કે હાલ તો ખેડૂતોને ઘઉં તેમજ ડુંગળીનો પાક પોતાના ખેતરમાં ઊભો હોવાથી ભારે નુકસાની થવાની આશંકા છે. અચાનક પવન જ આવતા આજુબાજુમાં આવેલા આંબાઓની કેરીઓ પણ ખરી ચૂકી છે. ત્યારે ખેડૂતને બધી રીતે હાલની પરિસ્થિતિમાં માર પડી રહ્યો છે. માવઠાની અસર ગુજરાતના તમામ ખેડૂતોને હેરાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...