આયોજન:યુવા વર્ગ વિવિધ ડેની ઉજવણીને બદલે જલતી રાખે છે ધર્મની જયોત

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં દર શનિવારે હનુમાન ચાલીશાના પાઠ અને બટુક ભોજનનું આયોજન
  • હનુમંત પાઠ પરિવાર દ્વારા હનુમાન ચાલીશાના પાઠ ઉપરાંત સમયાંતરે કાર્યક્રમો

મહુવાનો યુવા વર્ગ વિવિધ ડેની ઉજવણીના બદલે ધાર્મિક અને સામાજીક કાર્ય અને બહેનો કીટી પાર્ટીના બદલે સત્સંગના રંગમાં રંગાય છે.મહુવાના યુવાનો દર શનિવારે શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ બટુક ભોજનનું આયોજન કરે છે. લોકોને પોતાના ઘરે શ્રી હનુમાન ચાલીસાના પાઠ રાખવા 8 થી 10 મહિને વારો મળે છે. જૈન દેરાસર પાસે યુવાનો દ્વારા રોકડીયા હનુમાનજી મંદિરે દર શનિવારે સાંજે બટુક ભોજન કરાવે છે તેમજ દાદાના સાનિધ્યમાં તમામ રાષ્ટ્રીય તહેવારો અને તમામ ધાર્મિક કાર્યક્રમો ભારે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે તેમજ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ગુરૂવારે કે શનિવારે બટુક ભોજનનું નિયમીત આયોજન કરવામાં આવે છે.

શક્તિ ગરબા મંડળ દ્વારા માતાજીના ગરબા ગાવાની આરાધના શહેર તાલુકા ઉપરાત જીલ્લામાં વિવિધ સ્થળે કરવામાં આવે છે. વિવિધ જ્ઞાતિના મહિલા મંડળો દ્વારા સંતસંગનું આયોજન થાય છે.મહુવાની મુસ્લીમ સમાજની વિવિધ જ્ઞાતીઓ, યાદે હુસૈન કમીટીઓ અને વ્હોરા જ્ઞાતીના યુવાનો દ્વારા સામાજીક એકતાના સથવારે અનેકવિધ સામાજીક અને ધાર્મિક કામગીરી કરી રહ્યાં છે. શ્રી હનુમંત પાઠ પરિવાર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત સામાજીક કાર્યો માટે શ્રી રામ કથા, શ્રી ભાગવતકથાનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. શ્રી સીતારામ પરીવાર દ્વારા મહુવાવાસીઓના ઘરે માંગણી મુજબ હનુમાન ચાલીસાના પાઠ કરાવે છે.

અખંડ રામધુન મંદિરે 24 વર્ષથી અખંડ ગાન
મહુવાના અખંડ રામઘૂન મંદિર ખાતે નામનિષ્ઠ સંત પ્રેમાવતાર સદગુરૂદેવ પૂ.પ્રેમભુક્ષિજી મહારાજની પુનિત પ્રેરણાથી છેલ્લા 24 વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામ મહા મંત્રનું અખંડ ગાન 150 થી 200 શ્રધ્ધાળુ યુવાન ભાઇ-બહેનો અવિરત પણે કરે છે. રામધુન મંદિરમાં આરતીનું મહત્વ ઘણુંજ છે સવારે અને સાંજે આરતી 30 મીનીટ સુઘી ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...