તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ચિક્કાર આવક થવા પામેલ છે. મહુવાના દરેક રોડ ઉપર 2-2 કી.મી.ની લાઇનો ખડકાઇ છે. આજે બપોરે 3.30 કલાક આસપાસ હરરાજી શરૂ થઇ હતી સારા ભાવે ડુંગળીના સોદા થઇ રહ્યા છે. ગઇ કાલે ડુંગળીનો ખરીદેલ માલનો ભાગ પાડવા બાબતે 4 વેપારીઓને રૂ.5 હજારનો દંડ ભરવાની યાર્ડ સત્તાવાળાઓએ નોટીસ આપ્યા બાદ વેપારીઓ હરરાજીથી અળગા થઇ જતા હરરાજી બંધ રહેવા પામેલ જેથી જીલ્લા રજીસ્ટ્રાર મહુવા દોડી આવ્યા હતા.
યાર્ડ સત્તાવાળાઓએ ખેડુતના હિતમાં વેપારી સાથે થયેલ પ્રશ્ન હાલ પુરતો એકબાજુએ રાખી હરરાજી શરૂ કરતા ડુંગળી સારા ભાવે વેચાઇ રહી છે. લાલ ડુંગળી રૂ.500 થી રૂ. 722/- સુધી, સફેદ ડુંગળી રૂ.225/- થી રૂ.400/- સુધીના ભાવે વેચાઇ રહી છે. મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવ સારા આવતા હોય આજુબાજુના તાલુકાઓમાંથી પણ ડુંગળી મહુવા વહેચાવા આવે છે. આથી કોઇપણ વિધ્ન ઉભુ ન થાય અને સતત હરરાજી ચાલુ રહે, માલની આવક સામે માલનો નિકાલ પણ થાય તે માટે યાર્ડ સત્તાવાળાઓ, વેપારીઓ અને ખેડુતો નીતી નિયમોને વળગીને કામકાજ ચલાવે તો કોઇનું અહિત નહી થાય.
ડુંગળી ઉતારવા જમીન ભાડે રાખવી પડી
મહુવા માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ આજથી ડુંગળી સ્વિકારવાનું શરૂ કરેલ છે અને ડુંગળી ઉતારવા 200 વિઘા જમીન ભાડે મેળવેલ છે. હજુ પણ આવી વધુ જમીન ભાડે મેળવી વધુ વ્યવસ્થા કરવાની ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે. મહુવાના તમામ હાઇવે ઉપર 3-4 કી.મી. લાઇનો ડુંગળી ઉતારવા માટે લાગી છે. આથી ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉભો થવા પામેલ છે. હનુમંત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવન જાવનમાં પણ મુશ્કેલીઓ જોવા મળી હતી જેથી પોલીસ પેટ્રોલીંગ વધારવાની જરૂર છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.