મહુવામાં ઠંડીએ માઝા મૂકી:આખું શહેર ઠંડીમાં ઠુંઠવાયું; જમ્મુ કશ્મીર જેવું વાતાવરણ સર્જાયું; ધોળા દિવસે તાપણા જોવા મળ્યાં

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેને લઈ મહુવાના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેને લઈને શહેરમાં બે દિવસથી વાતાવરણમાં ગંભીર પલટો આવ્યો છે. ઠંડીના કારણે ગરમ વસ્તુ તેમજ ગરમ કપડામાં તેજીનો માહોલ સર્જાઈ રહ્યો છે. શહેરના નગરજનો ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં જુઓ ત્યાં ધોળા દિવસે પણ તાપણા જોવા મળી રહ્યાં છે અને લોકો ઠંડીના માર્યા તાપતા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ
માણસોને તો ઠંડી લાગે પરંતુ પશુઓને પણ ઠંડી લાગતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે. હાલ જે બે દિવસથી ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે. જેની સામે શહેરમાં ભયંકર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 24 કલાક ગરમ કપડાં પહેરીને ફરતા હોય તેવા દૃશ્યો પણ શહેરમાં જોવા મળ્યા છે. હાલ તો ઠંડીનું વાતાવરણ હોવાથી લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લાંબા સમય બાદ આવી ઠંડીનો અહેસાસ થયો છે.

અન્ય સમાચારો પણ છે...