તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણમાસ:જન્માષ્ટમીનો પરંપરાગત ભુતનાથ મહાદેવનો મેળો આ વર્ષે નહીં યોજાય

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો વર્ષ પુરાણા ભુતનાથ મહાદેવ મંદિરની અદભુત ગાથા

મહુવા નજીક વડલી ખાતે ભુતનાથ મહાદેવનું મંદિર આવેલુ છે.સો એક વર્ષ પહેલા ભુતનાથ મહાદેવનું મંદિર જંગલ અવસ્થામાં હતુ ત્યારે ભોળારામ બાપા ભુતનાથ દાદાની સેવા પૂજા કરતા અને મહુવાના ગામડે ગામડે જઇ ઝાલર વગાડી શ્રાવણ વદ-8 આઠમના દિવસે ભુતનાથ મહાદેવ બ્રાહ્મણ સ્વરૂપમાં પાઘડીવાળા દાદાનું મ્હોરા સ્વરૂપે આયોજીત કરતા અને તે દિવસે ભવ્ય મેળાનું આયોજન થઇ રહ્યુ છે.દર વર્ષે પરંપરાગત ભુતનાથ મહાદેવના સાનિધ્યમાં જન્માષ્ટમીએ મેળા ભરાય છે પરંતું આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે મેળાનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે.

જન્માષ્ટમીના દિવસે પુજારી તરીકે કંડોળીયા બ્રાહ્મણ જ્ઞાતિના હસ્તક રહેલ છે. દાદાનું મ્હોરૂ વામનભાઇ હસ્તક તેમના ઘરે રાખવામાં આવે છે અને મ્હોરાના ભવ્ય દર્શનનુ આયોજન સુંદર બ્રાહ્મણ સ્વરૂપમાં થાય છે.શ્રાવણી અમાસના દિવસે 18 કી.ગ્રા. શુદ્ધ ઘીના મ્હોરાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવાય છે.જેનુ સંપુર્ણ સંચાલન કાંતિલાલ પ્રતાપભાઇ ભટ્ટ તેમજ શિવજીના ભાવિક ભક્તોના સહકારથી થાય છે. મ્હોરા ઉપર ચડાવેલુ ઘી ભુતનાથ દાદાના પુજારી સમુદ્રમાં વિસર્જીત કરે છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે દાદાના અલગ અલગ મ્હોરાના દર્શન કરાવવામાં આવે છે.

જળાભિષેક થતા બે સ્ફટીકના શિવલીંગના થતા દર્શન
ભુતનાથ મહાદેવ મંદિર મહુવા શહેરથી 3 કી.મી. દુર છે. સૌરાષ્ટ્રમાં કોઇપણ જગ્યાએ મહાદેવના થાળામાં ગુપ્તેશ્વર મહાદેવ નથી,જે આ શિવલીંગના મહાદેવના થાળામાં ભુગર્ભમાં બે સ્ફટિકના શિવલીંગ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે છે.જેમાં જળાભિષેક કરવાથી ભુગર્ભમાં રહેલ બે સ્ફટિક શિવલીંગ થાળામાં ઉપરના ભાગે આવી શિવભક્તોને દર્શનનો લાભ આપે છે.

ઘોઘા રોડ પર શિતળા સાતમે મેળો ભરાશે નહી
આગામી તો29 ઓગસ્ટને રવિવારે શિતળા સાતમના પર્વે શહેરના ઘોઘા રોડ પર શીતળા માતાજીના મંદિરે ભરાતો લોકમેળો ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ આ વર્ષે ભરાશે નહી. તેની ધર્મપ્રેમી જનતાને નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...