જાયન્ટસ ગ્રુપ ઓફ મહુવાનો શપથ ગ્રહણ તથા પદગ્રહણ સમારોહ માર્કેટિંગ યાર્ડનાં તાલીમ કેન્દ્ર ભવનમાં મહુવાના મહાનુભાવો તથા જાયન્ટસ ગ્રુપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જાયન્સ ગ્રુપ 31 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યુ છે.
2022-2023 માટે પ્રમુખ તરીકે દિપકભાઈ વરીયાણીની પસંદગી થયેલ તેમજ અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ અમિતભાઇ વાળા(ઇન્ટરનલ),અશ્વિનભાઈ હીંગુ (ઇન્ટરનલ), મંત્રી અજયભાઇ ભાલિયા,સહમંત્રી ઘનશ્યામભાઈ પીઠડિયા, ખજાનચી અતુલભાઈ પટેલ, સહ ખજાનચી ડો.જલદીપ દવે તથા મીડિયા ઓફિસર કમલભાઈ જોષીની નિયુક્તિ સર્વાનુમતે થયેલ સાથે સંપૂર્ણ ટીમનો શપથ તથા પદગ્રહણ સમારોહનુ આયોજન કરવામાં આવેલ હતુ.
જાયન્સ ગ્રુપ ઓફ મહુવાના બે ભૂતપૂર્વ પ્રમુખો પ્રવીણભાઈ જોષી તથા દર્શનભાઈ વળીયાને આ વર્ષ દરમ્યાન જા.ગ્રુપ ફેડરેશનમા કાઉન્સિલર પદ પ્રાપ્ત થયેલું છે તે માટે બન્નેનુ વિશેષ સમ્માન પણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.