ઉજવણી:બગદાણામાં બુધવારે ગુરૂ પૂનમના પર્વે ગુંજી ઉઠશે "બાપા સીતારામ' નો નાદ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ બાદ ગુરૂપૂર્ણિમાંના ઉત્સવની ધામધૂમથી ઉજવણી : બગદાણામાં સવારે 8.30 કલાકે ગુરૂ પૂજન
  • મહુવા શહેર અને આજુબાજુના ધાર્મિક સ્થળોએ પણ ગુરૂ પૂર્ણિમાની થશે ધર્મોલ્લાસભેર ઉજવણી

મહુવા શહેર અને આજુબાજુના ધાર્મિક સ્થળો અને પૂજય ગુરૂદેવ બજરંગદાસજી બાપાની તપોભૂમિ તીર્થરાજ બગદાણા મુકામે આગામી તા.13/7ને બુધવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે. ગુરૂ આશ્રમ ખાતે તા.તા.13/7ને બુધવારે ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે ધ્વજા પૂજન, સવારે 7:30 કલાકે ધ્વજા રોહણ, 8:30 કલાકે ગુરૂ પૂજન, સવારે 10 કલાકથી પ્રસાદ વિતરણ શરૂ થશે.

સદ્દગુરૂ પ.પૂ.નારણદાસ બાપુ(પુ.ખાખીબાપુ) પરમકુટીયા આશ્રમ સથરા ખાતે ઉજવવામાં આવશે. સવારે 5 કલાકે મંગળા આરતી, 8 કલાકે ગાદિમંદિર પૂજન, 8.30 કલાકે ચરણપાદુકા પુજન, સમાધીપુજન, ગુરૂપૂજન દર્શન સવારે 8 કલાકથી શરૂ, સવારે 9 કલાકે ધ્વજારોહણ, બપોરે 1 કલાકે થશે.

સેવા સંસ્કાર આશ્રમમાં ગુરૂપૂર્ણિમા મંગળવારે સવારે 11:30 કલાકે સદ્દગુરૂ પૂજનનો કાર્યક્રમ કુબેરનાથ મંદિર, ગાંધીબાગ પાસે યોજવામાં આવેલ છે. સદ્દગુરૂ પૂજન મહોત્સવ પર્વની ઉજવણી થશે. વૃંદાવનધામ ખાતે શુક્રવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ આયોજન કરવામાં આવેલ છે. સવારે 10.30 થી 12 કલાકે ગુરૂપૂજન, થશે.

પ.પૂ.સદ્દગુરૂદેવ જસુદાસજી બાપુની ભજનભુમી મહુવા ખાતે મહંત રાજેન્દ્રદાસજી બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે. ગુરૂપૂજન સવારે 9.30 કલાકે, મહા આરતી 11 કલાકે થશે. પ.પૂ. સદગુરૂ બ્રહ્મલીન મહન્ત મધૂસુદનગીરી બાપુ(નેપાળીબાપુ)ના સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુંટવડા ખાતે ગુરૂમહોત્સવ નિમિત્તે સવારે 5.30 કલાકે આરતી, 7.30 કલાકે સિદ્ધ ગણેશ પૂજન, 8.30 કલાકે ધ્વજારોહણ, 9 કલાકે સમાધી પૂજન, 9.30 કલાકે થાનાપતિ ભારદ્વાજગીરી મહારાજનું ગુરૂપૂજન, 10 કલાકે થશે.

સદ્દગુરૂ ભગવાન મુનિબાપુ(સ્વામી સત્યાનંદ સરસ્વતી)ના આશ્રમમાં સવારે 8.30 કલાકે ધ્વજા રોહણ, 9.30 કલાકે ગુરૂપુજન થશે. મહા પ્રસાદ 12:30 કલાકે રાખેલ છે.ગાયત્રી શક્તિપીઠ મહુવા ખાતે ગરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે સવારે 6 કલાકે આરતી, 6:30 થી 8 દૈનિક યજ્ઞ, 8 થી 8:30 ગુરૂદેવના સ્વરમાં સમુહ સાધના અને 9 કલાકથી ગુરૂ પૂજન અને ગુરૂ દિક્ષા કાર્યક્રમ રાખેલ છે. ગુરૂદિક્ષા ધારણ કરવા માગતા સભ્યોએ મો.નં. 9978774532 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

બગદાણામાં 2500 સ્વયંસેવકો સેવા આપશે
બગદાણામાં બાપાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ દિવસે ઉપસ્થિત રહેશે.રસોડા વિભાગ સહિત અલગ અલગ 21 વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. સ્વયંસેવક મંડળના 87 ગામો ના 2000 ભાઈઓ અને 500 જેટલી મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડશે. વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમજ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેશે.

ST દ્વારા ખાસ બસો બગદાણા સુધી દોડાવાશે
કુંઢલીના પ્રતિનિધિના જણાવયા મુજબ ગુજરાત રાજ્ય એસટી નિગમ ભાવનગર ડેપો દ્વારા પાલિતાણા,તળાજા, મહુવા સહિતના બસ ડેપો પરથી ખાસ બસો બગદાણા ધામે આ દિવસના દોડાવવામાં આવનાર છે. સરકારની કોરોના ગાઈડ લાઈન મુજબ મોં પર માસ્ક બાંધવું તેમ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું આશ્રમના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે. રક્તદાન સહિતના કાર્યક્રમ પણ રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...