તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:મહુવા પોલીસ સ્ટેશનનો સીટી અને રૂરલમાં વિભાજનનો પ્રશ્ન અણઉકેલ

મહુવા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સરકાર દ્વારા વિકાસની વાતો પણ વિકાસ થાય છે અંતરધ્યાન
 • વર્ષ-1947 થી 2020 સુધીમાં મહુવાની વસ્તી ડબલ કરતા વધી હોવા છતા પોલીસનુ મહેકમ 1947નુ ચાલ્યું આવે છે

સરકાર દ્વારા વિકાસની જાહેરાતો થાય છે. પણ વિકાસ અંતરધ્યાન થઇ જાય છે. સરકાર દ્વારા મહુવા પોલીસ સ્ટેશનને સીટી અને રૂરલમાં વિભાજન કરવાની વર્ષો જુની માંગ સંતોષવા માટે જુલાઇ-2019માં 16 નવા પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરેલ. જેમાં મહુવાના રૂરલ પોલીસ સ્ટેશનનો સમાવેશ હતો. આ જાહેરાતને દોઢ વર્ષ થવા છંતા આ જાહેરાત કાગળ ઉપર જ રહેવા પામેલ છે.મહુવા પોલીસ સ્ટેશનનું પોલીસ મહેકમ 1947 મુજબનું ચાલ્યુ આવે છે. ઇ.સ.1947 થી 2020 સુધીના 73 વર્ષ દરમીયાન મહુવાની વસ્તી અને વિસ્તાર ડબ્બલ ઉપરાંતનો થયો છે.

મહુવા પોલીસ સ્ટેશન અપગ્રેડ થયું. પી.આઇ.ની પોસ્ટ મળી પરંતુ પી.આઇ. પાસે પુરતું પોલીસ બળ ન હોય મહુવા શહેર અને મહુવા તાલુકાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કાબુ બહાર જઇ રહી હતી આથી રાજ્ય સરકારે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખોલવાનો નિર્ણય લીધો છે. પરંતું આ નિર્ણયની અમલવારી આજ સુધી થઇ નથી. જો અમલવારી થાય તો મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન અલગ મહેકમ ફાળવવામાં આવે તો જ મહુવા શહેરને પુરતું મહેકમ મળે અને મહુવા પોલીસ કાયદો અને વ્યવસ્થા સાથે માથાના દુ:ખાવા સમાન મહુવાના ટ્રાફીકના પ્રશ્નો હલ કરવા ટ્રાફીક પોલીસની પણ વ્યવસ્થા થઇ શકે.

કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળેલી સ્થીતી કાબુમાં લેવા પોલીસદળ ન હોય તો મહુવાના પોલીસ ઈન્સપેકટરે શુ કરવુ? તેવો ગંભીર પ્રશ્ન ન બને તે માટે મહુવા પોલીસ સ્ટેશનને સીટી રૂરલમાં વિભાજન કરી પુરતુ પોલીસબળ ફાળવવાની જરૂર છે.મહુવા તાલુકા સેવા સદન વડલી પાસે મહુવાનું રૂરલ પોલીસ સ્ટેશન, સબ જેલ, ડી.વાય.એસ.પી. કચેરી અને પોલીસ ક્વાર્ટર બનાવવા જીલ્લા કલેક્ટર દ્વારા વિશાળ જગ્યા ફાળવવામાં આવેલ હતી.

હુકમો પણ થયા હતા પરંતુ એકાએક આ હુકમો સ્થગિત કરવામાં આવેલા આ હુકમો ફરી કરવામાં આવે અને મહુવાના રૂરલ પોલીસ સ્ટેશન માટે રેવન્યુ વિભાગ દ્વારા જગ્યા ફાળવવામાં આવે તેમજ ગૃહમંત્રાલય પણ વહેલી તકે મહુવાને રૂરલ પોલીસ સ્ટેશન આપે તેવી માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો