તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધુરું નિર્માણ કાર્ય:મહુવાના ભવાની મંદિરના કાંઠાનું ધોવાણ અટકાવવાનો પ્રોજેકટ 12 વર્ષથી અધુરો

મહુવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 350 મીટર લંબાઇની દિવાલના નિર્માણ માટે કરાશે રૂ.3.80 કરોડનો ખર્ચ

સૌરાષ્ટ્રના દરીયાકાંઠા વિસ્તારમાં કાંઠા ધોવાણની લાંબા સમયથી સમસ્યા છે. મહુવા પાસેના પ્રસિદ્ધ અને ઐતિહાસિક ભવાની માતાજીના મંદિરને કાંઠાના ધોવાણથી નુકશાન થતુ અટકાવવા રૂ.3,80,39,000/-ના ખર્ચે રક્ષિત દિવાલ બનાવી ધોવાણ અટકાવવા અને ખારાશ આગળ વધતી અટકાવવા અને મંદિરના નીચેના ભાગમાં ધોવાણ અટકે આથી માતાજીના દર્શનાર્થે આવતા હજ્જારો શ્રધ્ધાળુઓને મંદિરની સલામતી માટે ઉભા થયેલ પ્રશ્નોમાં રાહત મળે પરંતું આ પ્રશ્ન 12 વર્ષથી હજુ અધુરો જ છે.

સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રીસર્ચ સેન્ટર પુનાના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી-2009માં આ સ્થળની મુલાકાત લઇ રક્ષિત પાળાની ડિઝાઇન બનાવવામાં આવેલ. આ રક્ષિત દિવાલની કુલ લંબાઇ 350 મીટર છે.આ કામ સપ્ટેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતુ પણ હજુ ઠેકાણા નથી. રક્ષિત દિવાલ યોજનાનું ખાતમુહુર્ત તા.29/12/20ને રવિવારે મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા, જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ હડિયા, જીલ્લા એજ્યુક્યુટીવ એન્જી. આર.બી. પટેલ, ભવાની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કતપર ગ્રામ પંચાયતના સરપંચ, વગેરેની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ.

પરંતુ રાજય સરકારના ક્ષારઅંકુશ અને જંગલ વિભાગના સંકલનના અભાવે પહેલા કોળીયે માખીની કહેવત મુજબ મહુવાના જંગલ ખાતાએ જોહુકમીથી આ કામ અટકાવી દેતા ભારે લોક રોષ ઉભો થવા પામેલ છે. 2009નું સુચીત કામ 2021 સુધી પૂર્ણ ન થાય અને કોન્ટ્રકટર બદલ્યા કરવાથી કામ 12 વર્ષથી ખોરંભે પડ્યું હોય સરકાર દ્વારા તાકીદે આ રક્ષીત દિવાલનું કામ પૂર્ણ કરવા યોગ્ય પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે.

વિલંબના લીધે કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મુકી દેવાયા
બાંધકામની મંજુરી કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ ભોપાલ દ્વારા મેળવી ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ જુનાગઢ ખાતે રજુ કરવામાં આવેલ તેમ છતા મહુવાના જંગલખાતાના અધિકારીઓ દ્વારા અડચણો અને જોહુકમી થી હજ્જારો ભક્તો અને મહુવાની જનતાને ક્ષાર વાળા પાણીથી બચાવવા માટેના રક્ષીત દિવાલનું કામ અટકાવતા ભારે નારાજગી ઉભી થવા પામી હતી ત્યાર બાદ કોન્ટ્રાકટરે કામ શરૂ કર્યુ હતું પરંતું થોડા સમયમાં કામ બંધ કરી દેતા કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મુકી ફરી ટેન્ડરાઇઝ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...